Stories by Murtaza Patel on Medium
Photo Credit: iPhone Duo
મેદાનમાં આવતાની સાથે જ પહેલા પાંચ બોલ્સ પર સાદા રન કરી છઠ્ઠા બોલ પર સીધી પેવેલિયનની ઊંચે સિક્સર મારવી એટલે….
એપલ કંપનીના CEO તરીકે જૉન ટર્નર્સની ગઈકાલની પહેલી પ્રોડક્ટ-લૉન્ચ ઇવેન્ટમાં iPhone Duo ને પ્રસ્તુત કરવો એમ કહી શકાય. 🏏
બેશક! આખી ઈવેન્ટનું બઝીંગ તો કેટલાંક દિવસોથી માર્કેટમાં ધીમું ધીમું ધૂમ મચાવતું જ હતું. પણ મોડી એન્ટ્રી લઈને પણ ઓડી આપવી એ વર્ષોથી એપલની પરંપરા, પ્રતિષ્ઠા અને અનુસાશન બરકરાર રહ્યું છે. જે ગઈકાલે પણ જોવા મળ્યું.
બાય ધ વે…
(જૂની ક્લાસિક ફિલ્મ ‘આરઝૂ’ માં એક સીન છે. હિરો રાજેન્દ્ર કુમાર સ્કિઇંગની કોમ્પિટિશન જીતવા ગુલમર્ગ આવે છે. પણ તેનું બાલિશ લાગતું વર્તન જોઈ ત્યાં હાજર રહેલા પ્રેક્ષકોની સાથે હિરોઈન સાધના પણ હસી પડે છે અને મજાક ઉડાવે છે કે “આ તો સાવ બિન અનુભવી લાગે છે, આ શું રેસ જીતવાનો?!?” પણ બધાંની ખોરી ચિંતાને બદલે એ હિરો રેસમાં ખરો ઉતરી જીત મેળવી બતાવે છે.)
બસ! આવું જ વર્તન એપલ પણ કરે છે. બધાંને રેસમાં દોડાવવા દે છે પણ એક ક્ષણે કિક લઈ બધાંથી આગળ નીકળી તેની જૂની રેસમાં ફરીથી અગ્રેસર બની બતાવે છે.
ગઈકાલે લોન્ચ થયેલી એપલ પ્રોડક્ટ્સમાં અત્યારે સૌથી વધારે બઝિંગ-બેશ iPhone Duo મેળવી ગયું છે. એટલા માટે કે બીજી અન્ય બ્રાન્ડ્ઝએ ભલેને તેનો ‘ફોલ્ડિંગ’ ફોન ઓલરેડી માર્કેટમાં ઉતાર્યો હોય, પણ એપલે એમાય યુનિક બની તેની ઓલરેડી મિનિ-આઈપેડ અને આઇફોન મેક્સ-પ્રો વચ્ચે રહેલી ખાલી જગ્યામાં ‘ડ્યૂઓ’ ને જન્માવી ગોઠવી દીધું છે.
બેશક! પહેલી નજરે આંખોને પણ જોવો ગમે, હાથમાં રમાડવો પણ ગમે, છાતીએ વળગાડવો ગમે, કાને લગાડવો પણ ગમે અને આહા! ટેબલ-ડેસ્ક પર સુપર-શો પિસ તરીકે ગોઠવવોય ગમે એવો આ ‘ડ્યૂઓ’ હવે કેવું માર્કેટ અગ્રેસર કરે છે એ તો આવનારું એક વર્ષ બતાવી જ દેશે.
પણ એક વાત ખાસ નોંધવા જેવી છે એ છે કે…એપલ ક્યારેય તેની પ્રોડક્ટ્સમાંથી નીકળતા ‘જ્યૂસ’ ને બગાડવા નથી દેતું. શબ્દો, ભાવો અને પેશકશથઈ કાયમી તાજું રાખવાની અદ્ભુત કોશિશ કરતું જ રહે છે.
ને હવે એક ‘અંદર કી બાત’:
હું તો આ Duo ફોનને પ્રમોટ કરવા ‘ડ્યૂઓ’ડરન્ટ જ લગાવીને ‘પેરિસ’ જવાનો છું. કેમ કે સાંભળ્યું છે કે ત્યાંની સ્ત્રીઓને શાંત પાડવા અત્યારે આ જ ડિજિટલ-શસ્ત્ર કામ લાગી શકે એમ છે. 😛 😍
Wait! There is More…. છેલ્લે જતા-જતા એક ખાસ વાત પણ જણાવી દઉં?
મારી વીકલી મિનિ કલરંગ મેગેઝિનના આગામી અંકમાં ‘એપલની અનોખી બાબતો’ ને એપલિયા રંગ સાથે લઈને આવી રહ્યો છું. તો મારા કિન્ડલ ઓથર પેઈજને અત્યારથી જ નોટિફિકેશન મૉડમાં મૂકી દેજો.
પ્રેરણાનું પાણી પીવડાવતા એક સરસ મજાના પ્રખ્યાત લેખક રોબિન શર્માનો એક તાજેતરી લેખ-પત્ર વાંચ્યો. પહેલા એ લેખની મસ્ત પ્રસ્તાવના જાણીએ…
“બે અઠવાડિયા પહેલાં, લંડનના એક જૂના બગીચામાં વહેલી પાનખરનો હળવો પવન વહી રહ્યો હતો. હું ત્યાં ચાલતા-ચાલતા બગીચાના બાંકડાઓ પાસે ઊભો રહ્યો. એ બાંકડાઓ પર એવી યાદગીરીઓ લખેલી હતી, જે આપણને યાદ કરાવે કે હવે એ લોકો આપણી વચ્ચે નથી.
એક બાંકડા પર એક શિક્ષિકાની યાદ હતી, જેઓ પોતાના બપોરનો સમય આ ફૂલો અને ઝાડની વચ્ચે શાંતિથી વિતાવતા. બીજા એક બાંકડા પર એક ડૉક્ટરની યાદ હતી, જે અચાનક જ દુનિયા છોડીને જતા રહ્યા અને પાછળ પરિવારને બસ આંસુઓ આપી ગયા.
ત્યારે મારી નજર એક એવા બાંકડા પર પડી, જેણે મને ત્યાં જ થંભાવી દીધો. એ બાંકડા પર બાળકોના રમવાના રંગબેરંગી ‘લૅગો’ (Lego) ના નાના-નાના ટુકડાઓ ચોંટાડેલા હતા. નીચે નાની પ્લેટ પર સંવેદનશીલ શબ્દો કોતરેલા હતા.
Photo Credit: BBC
એ શબ્દો એક માસૂમ બાળકના રમવાના શોખની, તેની કિલકારીઓની અને પરિવારના અખૂટ પ્રેમની કહાની કહી રહ્યા હતા. તકતી પર જન્મ અને મૃત્યુના સાલ જોયા તો હૈયુ હચમચી ગયું — તે દીકરો માત્ર અગિયાર વર્ષની નાની વયે જ ચાલ્યો ગયો હતો.
અગિયાર વર્ષ… હું ત્યાંથી આગળ વધી ન શક્યો. બસ, ત્યાં જ ઊભો રહી ગયો. પેલા રંગબેરંગી લૅગો સામે તાકી રહ્યો અને વિચારવા લાગ્યો — જેને હું જીવથી વધારે ચાહું છું એવા મારા અપના લોકો વિશે, જિંદગીમાં ખરેખર શું સાચું છે તે વિશે, અને આ બે દિવસની જિંદગીની સફર વિશે.
જેટલું જીવન જીવ્યો છું, એટલું સમજાયું છે કે એક સાર્થક જીવન એટલે દુનિયાની ભીડમાં મોટા મોટા ઇનામો પાછળ ભાગવું નહીં. પણ અસલી જિંદગી તો એ છે કે આપણે લોકોને કેટલો પ્રેમ આપીએ છીએ? આપણે અંદરથી કેવા સારા માણસ બનીએ છીએ, અને પાછળ દુનિયામાં કેવા મીઠા સંસ્મરણો છોડીને જઈએ છીએ?
પાછલા વર્ષ દરમિયાન મેં મારી જાતને વારંવાર એક સાદો પણ ઊંડો સવાલ પૂછ્યો છે: ખરેખર કઈ બાબત આપણને સાચા અર્થમાં માનવી બનાવે છે?”
— રોબિન શર્મા.
દોસ્તો, આ નાનકડી વાત આપણને જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ બતાવી જાય છે. આપણે સૌ આખો દિવસ દોડધામમાં, કમાણીમાં, મહત્વાકાંક્ષાઓમાં અને ભવિષ્યની ચિંતાઓમાં અટવાયેલા રહીએ છીએ. પણ જ્યારે અચાનક કોઈ અગિયાર વર્ષના બાળકના લૅગોવાળા બાંકડા જેવું દ્રશ્ય સામે આવે છે, ત્યારે આપણને અહેસાસ થાય છે કે આ બધી માયાજાળ ક્ષણિક છે.
જીવનમાં એ વાત ક્યારેય મહત્વની નથી રહેતી કે આપણે બેંક ખાતામાં કેટલા આંકડા ભેગા કર્યા કે દુનિયાએ આપણને કેટલા એવોર્ડ આપ્યા. અંતે તો માત્ર એ જ હિસાબ રહે છે કે આપણે આપણા સ્નેહીઓને કેટલો સાચો પ્રેમ આપ્યો, આપણા આચાર-વિચારથી કેટલા લોકોના ચહેરા પર સ્મિત લાવ્યા, અને આ દુનિયામાંથી વિદાય લીધા પછી પાછળ કેવા મીઠા સંસ્મરણો છોડી ગયા.
પેલો સાદો સવાલ — “આપણને સાચા અર્થમાં માનવી શું બનાવે છે?” — એનો જવાબ કોઈ પુસ્તકોમાં નથી, પણ આપણી આસપાસ વહેતી લાગણીઓમાં અને આપણા પોતાના વ્હાલમાં જ છુપાયેલો છે.
“મારે કોઈના જેવું નથી બનવું, મારે ખુદ એક એવો દાખલો બેસાડવો છે કે લોકો કહી ઊઠે — બસ, કામ કરવું તો આવું જ!”
આ વાક્ય ઇતિહાસના પાના પર પોતાના નામનો સિક્કો મારી ચૂકેલા પેલા પહેલા અશ્વેત અંતરિક્ષયાત્રી ગ્યુઓન બ્લુફર્ડ જુનિયર (Guion Bluford Jr.) નું છે.
જ્યારે એ ભાઈએ ધરતીની ગુરુત્વાકર્ષણની સીમાઓ તોડીને સીધા અવકાશમાં રોકેટ ડાક્યું ને, ત્યારે કોઈને પૂછીને કે રસ્તો માંગીને નહોતા ગયા. તેમણે તો બસ મનમાં એક જ જીદ પકડેલી: “કામ કરવું છે તો એવું કે દુનિયા જોતી રહી જાય!”
જિંદગીમાં બે પ્રકારના લોકો હોય છે:
એક એવા જે ભીડની પાછળ ચાલે, રસ્તો બનાવાયેલો હોય એના પર પગ મૂકીને નીકળી જાય.
અને બીજા એવા… જેમના પગલાં પોતે જ રસ્તો બની જાય! ગ્યુઓન બ્લુફર્ડ આ બીજા પ્રકારના ખેલાડી હતા.
જ્યારે દુનિયા તમારી લાયકાત પર શંકા કરતી હોય, જ્યારે સંજોગો તમને ખૂણે બેસી રહેવા મજબૂર કરતા હોય, ત્યારે માત્ર એક જ વસ્તુ તમને જીતાડી શકે — તમારી અંદરની એ આગ, જે કહે કે મારે કોઈ રેસ નથી જીતવી, મારે તો મારો પોતાનો બેસ્ટ રેકૉર્ડ તોડવો છે!
સ્ટાન્ડર્ડ સેટ કરવાનો અર્થ એટલે કે તમે જ્યારે કામથી બહાર નીકળો ત્યારે પાછળ એક એવી સુગંધ છૂટવી જોઈએ કે લોકો કહે — ભાઈ, આ કામ આના વગર અધૂરું જ લાગે! પછી ભલે તમે કિતાબ લખતા હોવ, બિઝનેસ સંભાળતા હોવ કે રોકેટ ઉડાડતા હોવ.
એટલે બસ, જિંદગીમાં જ્યારે પણ કંટાળો આવે કે કોઈ પડકાર સામે આવે, ત્યારે આ ભાઈનું આ વાક્ય મગજમાં ફીટ કરી દેવાનું:
“ભલે આખી દુનિયા ગમે તેમ કરતી હોય, મારે તો આજના દિવસનું બેસ્ટ પરફોર્મન્સ આપીને નવો જ કાયદો લખવો છે!”
દોસ્તો, આવા અનેક અવનવાં અને જોશ વધારનાર કન્ટેન્ટ્સ મેળવવા માટે તમને પણ ખબર જ છે ને કે હું એવા ક્રિએટિવ વાચકોને દર અઠવાડિયે મારું કલરંગ મેગેઝિન આપતો રહું છું.
Image by Pete Linforth from Pixabay
એપલીયા દોસ્તો, એપલના ઈતિહાસનો સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે.
જરીક કાન ખુલ્લા રાખીને સાંભળજો કારણ કે આ વાત માત્ર એપલના લવર્સ માટે નથી, પણ દુનિયાના કોઈ પણ ખૂણે સ્માર્ટફોન વાપરનાર દરેક વ્યક્તિ માટે હચમચાવી દે તેવી છે. પણ એ પહેલા…
વાત કરવી છે જાન્યુઆરી ૨૦૧૨ની.
એપલે દુનિયાની સામે એક બહુ મોટો ભેદ ખોલેલો. એપલ પોતાના સપ્લાયર્સ (એટલે કે પાર્ટ્સ બનાવનાર કંપનીઓ) ના નામ ગુપ્ત રાખતી હતી. કયા કારખાનામાંથી સ્ક્રૂ આવે છે, ક્યાંથી ચિપ બને છે… કોઈને ખબર નહીં. ઇન્ડસ્ટ્રીમાં અફવાઓ ઉડતી, પણ સાબિતી કોઈ પાસે નહોતી. કેટલાક લોકો તો એટલા પાગલ હતા કે તેઓ ફોનને ચીરી નાખતા — ફોનના નાના-નાના ટુકડા માઈક્રોસ્કોપ નીચે મૂકીને જોતા કે કદાચ કોઈ સૂક્ષ્મ પાર્ટ પર પેલી કંપનીનું નામ મળી જાય.
પણ ૨૦૧૨માં એપલે પોતે જ એ લિસ્ટ છાપી દીધું. ૧૫૬ કંપનીઓનું આખું લિસ્ટ! જે એપલના કુલ ખર્ચના ૯૭ ટકા ભાગીદાર હતી. અને એમાં એવી કંપનીઓ હતી જે આજે જગજાહેર છે: કોર્નિંગ (Corning), સ્કાયવર્ક (Skywork), માઇક્રોન (Micron), અને ખુદ એનવીડિયા (NVIDIA). અને ૨૦૧૨ પછી શું થયું? આ બધા શેરોએ તો આકાશ આંબી લીધું!
આ બધું ત્યારે થયું જ્યારે ટિમ કુક (Tim Cook) નવા સીઈઓ બન્યા હતા. પણ આ વાત આજે કેમ નીકળી છે?
કારણ કે એપલ આ આવતીકાલે, બુધવારે, ત્રણ નવા આઈફોન લોન્ચ કરવા જઈ રહી છે… આઈફોન ૧૮ પ્રો (iPhone 18 Pro), આઈફોન ૧૮ પ્રો મેક્સ (iPhone 18 Pro Max), અને આઈફોન અલ્ટ્રા (iPhone Ultra).
હવે બેશક આ કોઈ સામાન્ય આઈફોન લોન્ચ ઇવેન્ટ નથી. આ વખતે એપલની મેજિક-ટોપીમાં કોઈ મોટું અને સફેદ સસલું છુપાયેલું છે. એક એવી ટેકનોલોજી જે આખી દુનિયાને હંમેશ માટે બદલી નાખશે. અને આ બધું થઈ રહ્યું છે એક નાનકડા સપ્લાયરને કારણે… એવો સપ્લાયર… જેનું નામ હજી સુધી બહાર નથી પાડવામાં આવ્યું.
એક નવા સીઈઓ… એક નવો યુગ!
ગયા મંગળવારે, ટિમ કુકે પોતાના પદ પરથી વિદાય લીધી અને છેલ્લા ૧૫ વર્ષમાં પહેલીવાર એપલને નવા સીઈઓ મળ્યા. તેમનું નામ છે જૉન ટર્નસ (John Ternus). તે છેલ્લા ૨૫ વર્ષથી એપલ સાથે જોડાયેલા છે. તેઓ કંપનીના ચીફ હાર્ડવેર ઓફિસર રહી ચૂક્યા છે અને એવા પ્રોડક્ટ્સનું સુકાન સંભાળ્યું છે જેણે કંપનીની ૮૦ ટકા કમાણી કરાવી છે.
પણ આ બધામાં સૌથી ચોંકાવનારી વાત કઈ છે જાણો છો? એપલે આ બધું જ જાદુ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદ વગર કરી બતાવ્યું છે.
આજના સમયમાં દુનિયાની મોટી ટેક કંપનીઓ સામે નજર નાખીએ તો… એપલ એ એકમાત્ર એવી કંપની છે જેણે AI પાછળ સૌથી ઓછો ખર્ચ કર્યો છે. તેમનો કુલ ખર્ચ માત્ર ૧૨ અબજ ડૉલર ($12 billion). સાંભળવામાં આ રકમ મોટી લાગે, પણ જ્યારે તમે જુઓ કે એમેઝોન, ગૂગલ, મેટા અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ વર્ષે દહાડે સેંકડો અબજ ડૉલર — મોટાભાગે NVIDIA ની ચિપ્સ પાછળ — ઉડાવી રહી છે, ત્યારે એપલનો આ ખર્ચ તો માત્ર એક નાનો આંંકડો લાગે છે.
તો સવાલ એ થાય છે કે… જૉન ટર્નસ પોતાની છાપ કઈ રીતે છોડશે?
તેમણે ચાર્જ સંભાળ્યો એ સમય… અને આ બુધવારે યોજાનાર આઈફોન રિલીઝ ઇવેન્ટ… આ બંને વચ્ચેનો સમય કોઈ સંયોગ નથી, બંને વચ્ચે બરાબર આઠ દિવસનું અંતર છે. અને આ એક ઈશારો છે કે એપલ હવે એક તદ્દન નવા યુગમાં પ્રવેશી રહી છે.
આ અઠવાડિયે… AI ની રેસમાં અત્યાર સુધી પાછળ રહેલો આખરી ખેલાડી આખરે પોતાની ચાલ ચાલવા જઈ રહ્યો છે!
વાત હવે અસલી રોમાંચક મોડ પર આવી ગઈ છે! આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે AI એટલે માત્ર કોડિંગ કે સૉફ્ટવેરનો ખેલ, પણ અસલી જંગ તો લોખંડ અને સિલિકોનની ધરતી પર ખેલાય છે. હવે ચર્ચા એમ છે કે..
આઈફોનની અસલી મર્યાદા તેનું સોફ્ટવેર નહીં, હાર્ડવેરનો માંસલ ખેલ છે.
વર્ષની શરૂઆતમાં, ટિમ કુક અને જૉન ટર્નસે એપલની વાર્ષિક સૉફ્ટવેર સમિટ (Worldwide Developers Conference) માં સાથે મળીને મોટો ખુલાસો કર્યો હતો.
તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે — આગામી આઈફોનમાં એકદમ નવું હાર્ડવેર આવશે, જે આખરે દરેક આઈફોનમાં AI ની તાકાતને છૂટી મૂકી દેશે.
અને મને બરાબર સમજાય છે કે શા માટે એપલે પોતાના ચીફ હાર્ડવેર ઓફિસર (જૉન ટર્નસ) ને કંપનીના સર્વોચ્ચ પદ પર બેસાડ્યા. કારણ કે, AI મૂળભૂત રીતે ભલે શક્તિશાળી સૉફ્ટવેર હોય, પણ એને દોડાવવા માટે લોઢા જેવું મજબૂત હાર્ડવેર જોઈએ.
જરા સરખામણી કરીએ તો NVIDIA નું પાવરફુલ Blackwell B200 GPU પ્રોસેસર, સામાન્ય આઈફોનના પ્રોસેસર કરતાં લગભગ ૧૫ ગણું મોટું હોય છે. હવે વિચાર કરો કે એવા મોટા કમ્પ્યુટિંગ પાવરને તમારે નાના-સરખા આઈફોનમાં ફીટ કરવાનો હોય, તો કેટલી જબરદસ્ત મગજમારી કરવી પડે?
એપલે હવે બીજા કોઈની રાહ ન જોઈ. તેમણે મામલો પોતાના હાથમાં લઈ લીધો. અને કોઈ બીજાને જ કામ પર રાખી લીધા. જરા વિચારો કે તમારી પાસે એવો આઈફોન છે, જે ટૂંક સમયમાં જ તમારા એક સાદા વૉઇસ કમાન્ડથી દુનિયાભરના અઢળક કામો કરી આપશે: જેમ કે..
ઇન્સ્ટાકાર્ટ (Instacart) પર તમારી કરિયાણાની યાદીમાં વસ્તુઓ જાતે ઉમેરી દેશે.
ડોર્ડેશ (Doordash) પર તમારી મનપસંદ વાનગી ઓર્ડર કરી દેશે.
તમારા નજીકના એરપોર્ટ પરથી સૌથી સારી ફ્લાઇટ્સ શોધીને, જરૂર પડે તો ખુદ બુક પણ કરી આપશે.
આ હું જે ‘aiPhone’ ની વાત કરી રહ્યો છું, તે AI ને આમ આદમી સુધી, એકદમ પાયાના સ્તરે લઈ જવાનો છે. આ માત્ર ચેટજીપીટી (ChatGPT) કે જેમિની પર કોઈ સવાલ પૂછવા પૂરતું સીમિત નહીં રહે.
આ એ ક્ષણ છે જ્યારે AI ખરેખર દુનિયાનો કબજો સંભાળશે. અને આ બધું ચાલશે એપલના પોતાના જ મજબૂત હાર્ડવેર પર.
દોસ્તો, ભવિષ્ય હવે વર્તમાન બની ગયું છે !
Warning to Parents for Future of Ai
આ પોસ્ટના મૂળ લેખક અને સુપર-ટેકનો ઉદ્યોગસાહસિક પીટર ડિમાન્ડીઝનો આ આખો લેખ ખરેખર દરેક વાલીની આંખો ઉઘાડી દે તેવો છે. મને વિશ્વાસ છે કે તેનો ભાવાનુવાદ વાચકોના દિલ સુધી ચોક્કસ પહોંચશે અને તેમને વિચારતા કરી મૂકશે.
જો તમે કોઈ તરુણ (ટીનેજર) કે યુવાન સંતાનના માતા-પિતા હોવ, તો અત્યારે તમે જે પણ કામ કરી રહ્યા હોવ તે ઘડીભર બાજુ પર મૂકી દો અને આ વાત ખાસ વાંચો. આ વર્ષે તમારું બાળક જેના પ્રેમમાં પડે અથવા જેની સાથે સૌથી ગાઢ સગપણ બાંધે, તે કોઈ જીવતો-જાગતો માણસ નહીં… પણ એક નિર્જીવ મશીન પણ હોઈ શકે છે. અને આ બાબત એટલી ગંભીર ને ખતરનાક છે કે ચીનની સરકારે તાજેતરમાં જ તેના પર બેન (પ્રતિબંધ) મૂકી દીધો છે.
પણ એ પહેલા એ જોઈએ કે ચીનમાં આખરે શું ખિચડી રાંધાઈ રહી છે?…
ચીન સરકારે ‘એઆઈ કમ્પેનિયન’ (AI Companion — કૃત્રિમ બુદ્ધિમત્તા ધરાવતા ડિજિટલ સાથીદારો) પર પોતાના કાયદાનો શિકંજો વધુ કસવાનું શરૂ કરી દીધું છે. સગીરો માટે આવી AI સર્વિસ વાપરવા પર સરકારે પૂરેપૂરો રોક લગાવી દીધો છે, અને મોટા ઉંમરના લોકો માટે પણ તેના ઉપયોગ પર આકરા નિયમો લાદી દીધા છે.
તો હવે સવાલ એ થાય કે સરકારે આવું કેમ કરવું પડ્યું?
તેનું કારણ એ છે કે લોકો આ વર્ચ્યુઅલ (આભાસી) જોડીદારોના પ્રેમમાં પડી રહ્યા છે અને તેમની પર માનસિક તથા લાગણીશીલ રીતે નિર્ભર બની રહ્યા છે. માણસો હવે સોફ્ટવેર સાથે પ્રેમમાં પડી રહ્યા છે! આજકાલના ટીનેજર્સ લોહી-માસના જીવતા માણસો સાથે સગપણ કે દોસ્તી રાખવાને બદલે રાત-દિન એવા AI સાથે ચેટિંગ કરવામાં મશગૂલ રહે છે — જે AI તેમની સાથે ક્યારેય ઝઘડો નથી કરતું, તેમને ક્યારેય નિરાશ નથી કરતું અને કોઈ વાતમાં ક્યારેય ‘ના’ પણ નથી પાડતું.
ચીનની સરકારે આ આખી સ્થિતિને નજીકથી જોઈ-તપાસી અને એવા તારણ પર આવી કે આ ટ્રેન્ડ બાળકોના આજના સામાન્ય અને કુદરતી વિકાસ માટે બહુ મોટો ખતરો છે. અને સાચું કહીએ તો, તેમની આ વાત એકદમ વ્યાજબી પણ છે.
ઓરડામાં હાજર ‘સેક્સ-રોબોટ’: સોમનિયા લેબનું મોડેલ L
આ માત્ર કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મની વાર્તા કે કલ્પના નથી રહી, પણ આંખ સામે આવીને ઊભી રહી ગયેલી સચ્ચાઈ છે. ‘સોમનિયા લેબ’ (Somnia Lab) નામની કંપનીએ ‘મોડેલ L’ (Model L) નામનો એક એવો માનવરૂપી (હ્યુમનોઈડ) રોબોટ તૈયાર કરી લીધો છે, જેને ખાસ શારીરિક અને રોમેન્ટિક સંબંધો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ રોબોટની ઊંચાઈ ૫ ફૂટ ૯ ઇંચ છે, વજન લગભગ ૨૦ કિલો છે અને તે શરીરને ૨૪ અલગ-અલગ રીતે હલનચલન કરાવી શકે છે. આ મશીનની સૌથી ચોંકાવનારી વાત એ છે કે:
તેનું આખું શરીર કુદરતી માનવ શરીર જેવી હૂંફ આપે છે.
તેની ત્વચામાં એવા સેન્સર્સ મૂકવામાં આવ્યા છે કે તમે તેને અડો એટલે તે તરત જ પ્રતિક્રિયા આપે છે.
તમે તેની સાથે જેમ જેમ સમય વિતાવો, તેમ તે તમારી પસંદ-નાપસંદ અને તમારી આદતોને યાદ રાખે છે અને શીખે છે.
આ રોબોટને એકદમ વાસ્તવિક અનુભવ આપવા માટે જીવતા માણસોને ‘મોશન-કેપ્ચર સૂટ’ પહેરાવીને, તેમની ૧૬૫ જેટલી અંગત અને રોમેન્ટિક ક્રિયાઓ રેકોર્ડ કરીને આ AI રોબોટના મગજમાં ફિટ કરવામાં આવી છે. કંપનીએ ૨૦૨૭ના અંત સુધીમાં આની ડિલિવરી આપવા માટે અત્યારથી જ $૩૦૦ (ડિપોઝિટ) લઈને બુકિંગ શરૂ કરી દીધું છે.
આ કોઈ સાદો-સીધો પ્લાસ્ટિકનો કે રબરનો ઢીંગલો (સેક્સ ડોલ) નથી. આ એક એવો ‘સ્માર્ટ સેક્સ રોબોટ’ છે જે તમારી વાતો અને તમારી ગમતી-અણગમતી વસ્તુઓને યાદ રાખે છે. જૂની પ્લાસ્ટિકની ડોલ ક્યારેય ગરમાવો નહોતી આપતી કે તમારા સ્પર્શને ઓળખી શકતી નહોતી. પણ ‘મોડેલ L’ તો આખી અલગ જ ખેલ છે. આ એક એવું મશીન છે જે માણસના સૌથી અંગત અને પવિત્ર સંબંધની જગ્યા લેવા માટે બનાવવામાં આવ્યું છે, અને તમે જેટલી વાર એનો ઉપયોગ કરશો, તે એટલું વધુ હોંશિયાર અને ચતુર બનતું જશે.
આપણાં બાળકોના ભવિષ્ય પર સીધો ઘા!
કિશોરો અને નવયુવાનોના શારીરિક તથા માનસિક વિકાસ માટે આ ટ્રેન્ડ એક બહુ જ મોટો અને ભયાનક ખતરો છે. કુદરતી રીતે ઉંમર વધવાની સાથે માણસ સાથેનો સંબંધ સમજવા માટે એક સાચા લોહી-માસના માણસ સાથે જોડાવું જરૂરી છે. તેમાં સામે વાળા માણસનો નકાર (રિજેક્શન) સહન કરવો પડે, પોતાની નબળાઈઓ બતાવવાની હિંમત કેળવવી પડે અને લાગણીઓનો સાચો અનુભવ કરવો પડે.
આજના ટીનેજર્સ જ્યારે પ્રેમ અને સગપણની દુનિયામાં પહેલું કદમ મૂકે છે, ત્યારે તે અનુભવ સરળ નથી હોતો. પહેલું કૌતુક, પહેલું પ્રેમભર્યું ચુંબન, સંબંધ સાચવવામાં થતી નાની-મોટી ભૂલો, દિલ તૂટવાનો દુઃખદ અનુભવ અને કોઈની સાથે રહીને ધીમે-ધીમે એ સમજવું કે પોતાને સામે વાળા માણસ પાસેથી ખરેખર શું જોઈએ છે — આ બધું જ અનુભવીને જ માણસ પરિપક્વ બને છે.
“એક એવો રોબોટ જે તમને ક્યારેય ‘ના’ ન પાડે, તમને ક્યારેય દિલભંગ કે નિરાશ ન કરે અને કાયમ તમારી મરજી મુજબ જ વર્તે… તે ક્યારેય સાચા જીવનનો વિકલ્પ ન બની શકે. એ તો જિંદગીના સાચા પાઠ શીખવાથી ભાગવાનો એક શોર્ટકટ (બાયપાસ) છે.”
અને જે ટીનેજર્સ કે યુવાનો આજે આ શોર્ટકટ અપનાવી લેશે, તેઓ કદાચ જિંદગીભર કોઈ સાચા જીવતા-જાગતા માણસ સાથે સાચો પ્રેમ કે લાગણીશીલ સંબંધ બાંધવાની ક્ષમતા જ ગુમાવી બેસશે.
આંકડાઓનો વિસ્ફોટ: આપણાં બાળકો ક્યાં જઈને અટકશે?
આ આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે સાંભળીને જ રૂંવાડાં ઊભાં થઈ જાય. ‘કોમન સેન્સ મીડિયા’ના એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં ૧૩ થી ૧૭ વર્ષના ૭૨% ટીનેજર્સે કોઈને કોઈ ‘AI કમ્પેનિયન’ (ડિજિટલ સાથીદાર) સાથે વાતચીત કરી છે, અને એમાંથી ૫૨% બાળકો તો આના કાયમી બંધાણી બની ચૂક્યા છે. ફક્ત ‘Character.AI’ નામની એક જ એપના દર મહિને ૨ કરોડ વપરાશકર્તાઓ છે, અને તેમાંથી અડધાથી વધુ તો ૨૪ વર્ષથી ઓછી ઉંમરના છોકરા-છોકરીઓ છે!
‘સેન્ટર ફોર ડેમોક્રેસી એન્ડ ટેકનોલોજી’ના સર્વે પ્રમાણે:
૨૦% વિદ્યાર્થીઓ (દર ૫ માંથી ૧) પોતે અથવા તેમના મિત્રો AI સાથે રોમેન્ટિક સંબંધોમાં હોવાનું સ્વીકારે છે.
૩૩% ટીનેજર્સ સોશિયલ કનેક્શન, પ્રેમ અને મનની વાતો શેર કરવા માટે AI સાથીદારોનો ઉપયોગ કરે છે.
૭૫૮ ટીનેજર્સના સર્વેમાં ૧૩% બાળકો સાચા મિત્રો જેટલો જ સમય AI ને આપે છે, જ્યારે ૬% બાળકો તો માણસો કરતાં પણ વધુ સમય આ મશીનો સાથે વિતાવે છે.
અને વાત ફક્ત મોટા છોકરા-છોકરીઓ પૂરતી સીમિત નથી. ‘ચિલ્ડ્રન એન્ડ સ્ક્રીન્સ’ના સંશોધન મુજબ, ૮ થી ૯ વર્ષના ૯% નાના બાળકો અને ૨૦% પ્રી-ટીન્સ (૧૦ થી ૧૨ વર્ષ) અત્યારથી જ AI ચેટબોટ્સને પોતાના સાથીદાર બનાવી ચૂક્યા છે.
સૌથી ભયાનક વાત તો એ છે કે આ જ રિપોર્ટ પ્રમાણે ૯૦% AI ટૂલ્સે એક માનસિક રીતે ભાંગી પડેલી અને ડિપ્રેશનમાં સરેલી કિશોરીને સતત એક મહિના સુધી રૂમમાં પૂરાઈ રહેવામાં સાથ આપ્યો! તે એક મહિનો કોઈ માણસના સંપર્કમાં ન આવી. આ AI મશીને તેને બહાર જઈને તડકો લેવાનું કે દોસ્તોને ફોન કરવાનું ન કહ્યું, પણ બસ એટલું જ કહ્યા કર્યું કે — “હું તારી તકલીફ સમજું છું…”
ડિજિટલ દુનિયાનું અંધારું પાસું: ડીપફેક અને નગ્નતાનો ભયાનક ખતરો
ચેટબોટ્સ સિવાય AI પોર્નોગ્રાફી (અશ્લીલતા)નો ડોળ તો એનાથી પણ વધુ ઝેરી અને ભયાનક છે. ‘થોર્ન’ (Thorn) નામના સંસ્થાના ૨૦૨૫ના સંશોધન મુજબ, દર સાતમાંથી એક ટીનેજર એવી વ્યક્તિને અંગત રીતે ઓળખે છે જે ‘ડીપફેક’ (AI દ્વારા બનાવેલા ખોટા) નગ્ન ફોટા કે વીડિયોનો શિકાર બની હોય.
બ્રિટનની ‘ઇન્ટરનેટ વોચ ફાઉન્ડેશન’ને ૨૦૨૫માં AI દ્વારા બનાવાયેલા ૩,૪૪૩ બાળકોના અશ્લીલ વીડિયો મળ્યા હતા — જે ૨૦૨૪ની સરખામણીએ ૨૬,૩૮૫% નો અકલ્પનીય ઉછાળો બતાવે છે! ૨૦૨૫ના અંત સુધીના પ્રાથમિક આંકડા દર્શાવે છે કે બાળકોના AI-જનરેટેડ અશ્લીલ મટિરિયલના ૧૫ લાખથી વધુ કેસ નોંધાયા હતા. સૌથી દુઃખદ વાત એ છે કે આ ગેરકાયદેસર AI ઈમેજીસમાંથી ૯૭% ઈમેજીસ નાની બાળકીઓની (છોકરીઓની) હતી.
યુરોપના છ દેશોમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ૫૪% ટીનેજર્સ ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રીના સંપર્કમાં આવે છે, અને ૨૪% બાળકો તો દર અઠવાડિયે તેને જુએ છે. અમેરિકામાં ૬૮.૪% ટીનેજર્સે સ્વીકાર્યું છે કે તેમણે ઓનલાઇન અશ્લીલ સામગ્રી જોઈ છે.
પણ આ બધા વચ્ચે સૌથી મોટી કરૂણતા શું છે ખબર છે?
૭૫% માતા-પિતા હજી પણ એવા વહેમમાં જ જીવે છે કે તેમના બાળકે ક્યારેય આવી કોઈ વસ્તુ જોઈ જ નથી! 🤓
વિકાસનો મોટો જોખમ: જે જિંદગી શીખવે છે, તે AI ક્યારેય નહીં શીખવી શકે!
‘અરિઝોના સ્ટેટ યુનિવર્સિટી’ના સંશોધકોએ વિશ્વપ્રસિદ્ધ મેગેઝિન ‘ધ લેન્સેટ’માં આખી સમસ્યાનું અસલી કારણ દર્શાવ્યું છે:
કિશોરાવસ્થા એ માણસ માટે પોતાની લાગણીઓ પર કાબૂ રાખતા શીખવાનો, ઝઘડા ઉકેલવાનો, સામે વાળાની નજરથી દુનિયાને જોવાનો અને પોતાની મર્યાદાઓ (બાઉન્ડ્રી) નક્કી કરવાનો ગોલ્ડન પીરિયડ (તાલીમ ગાળો) છે.
આ બધી વસ્તુઓ કોઈ પુસ્તકો વાંચીને નથી શીખી શકાતી. આ ગુણો તો પોતાના મિત્રો, પ્રેમિકા કે પ્રેમી અને પરિવાર સાથેના લાગણીસભર સંબંધોમાંથી શીખવા મળે છે. માણસો વચ્ચે રહીને થતી ભૂલો, દુઃખ, અણબનાવ અને સંબંધો સાચવવાની મથામણમાંથી જ આ માણસાઈ ખીલે છે.
AI કમ્પેનિયન (ચેટબોટ્સ) તમને આમાંથી કશું જ નથી શીખવી શકતા… અને તેઓ શીખવી શકે પણ નહીં! કારણ કે:
એક AI મશીનની પોતાની કોઈ જરૂરિયાતો નથી હોતી.
તેની પોતાની કોઈ સીમાઓ કે મર્યાદાઓ નથી હોતી.
તે ક્યારેય તમારા પર ગુસ્સે નથી થતું, તમને છોડીને જતું નથી રહેતું, કે નથી તો તમારે તેનો વિશ્વાસ જીતવા માટે કોઈ મહેનત કરવી પડતી.
તે અખૂટ ધીરજ ધરાવે છે, ૨૪ કલાક તમારી સેવા માટે હાજર રહે છે અને તમારી દરેક વાતમાં હા માં હા મિલાવે છે. અને બસ, આ જ તો સૌથી મોટી સળગતી સમસ્યા છે.
AI સાથેનો સંબંધ એ બારી (વિન્ડો)માંથી બહારની દુનિયા જોવા જેવો નથી, પણ એક કાચ (મિરર) સામે ઊભા રહેવા જેવો છે. જેમાં તમને ફક્ત તમારું જ પ્રતિબિંબ દેખાય છે — જ્યાં કોઈ તમને પડકારી શકતું નથી, અને તમને ક્યારેય એક માણસ તરીકે પરિપક્વ થવાની ફરજ નથી પડતી.
વૈજ્ઞાનિક પુરાવા: કુમળા મગજ પર ટેકનોલોજીનો સીધો હુમલો
‘સ્ટેનફોર્ડ યુનિવર્સિટી’ના સંશોધકોએ શોધ્યું છે કે આ AI ચેટબોટ્સ ટીનેજર્સની લાગણીશીલ જરૂરિયાતોનો અન્યાયી ફાયદો ઉઠાવે છે, જે અવારનવાર અત્યંત અયોગ્ય અને નુકસાનકારક વળાંક લે છે. ‘ડ્રેક્સલ યુનિવર્સિટી’ના અભ્યાસ મુજબ, અમેરિકાના અડધાથી વધુ ટીનેજર્સ આ ચેટબોટ્સનો નિયમિત ઉપયોગ કરે છે અને હવે તેઓ પોતે પણ આ મશીનો પ્રત્યેના પોતાના વળગણ (અટેચમેન્ટ)થી ચિંતિત થવા લાગ્યા છે.
‘arXiv’ પર પ્રકાશિત થયેલા એક વિગતવાર અભ્યાસમાં ‘Character.AI’ વાપરતા બાળકોના ભયાનક અનુભવો સામે આવ્યા છે. જેમાં જોવા મળ્યું કે બાળકો આ એપ્સના એવા બંધાણી બની ગયા છે કે તેમનામાં લાગણીશીલ નિર્ભરતા અને માનસિક તણાવ એટલો વધી ગયો છે કે તેમની રોજિંદી જિંદગી અને ભણતર અસ્તવ્યસ્ત થઈ ગયાં છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ બહુ સ્પષ્ટ છે:
માનવ મગજનો ‘પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ’ (Prefrontal Cortex) ભાગ — જે આપણી લાગણીઓ પર કાબૂ રાખવાનું અને સારા-નરસાનો નિર્ણય લેવાનું કામ કરે છે — તે કિશોરાવસ્થા દરમિયાન હજુ પૂરો વિકસિત થયો નથી હોતો (તે પરિપક્વ થઈ રહ્યો હોય છે).
બસ, બાળકોના મગજની આ જ નબળાઈનો આ AI કંપનીઓ લાભ લે છે. જેને કારણે ટીનેજર્સ આ મશીનોના ઝાળમાં બહુ આસાનીથી ફસાઈ જાય છે અને આ અબુધ વયે જ આભાસી સગપણના ગુલામ બની બેસે છે.
ને હવે તો ઘટતો જન્મદર એ માનવ સંસ્કૃતિના અસ્તિત્વ પર મોટો ખતરો બનવા જઈ રહ્યો છે…
આ માત્ર માતા-પિતા કે બાળકોના ઉછેર પૂરતો મર્યાદિત મુદ્દો નથી રહ્યો. આ આખી માનવ સંસ્કૃતિના ભવિષ્યનો સવાલ છે. જે દેશો સૌથી ઝડપથી નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે, બરાબર એ જ દેશોની વસ્તી આજે કલ્પના બહારની ઝડપે ઘટી રહી છે. ત્યારે દુનિયાના કેટલાક દેશોની સ્થિતિ જોઈએ તો:
દક્ષિણ કોરિયા:
બે વર્ષના મામૂલી સુધારા પછી પણ ત્યાંનો જન્મદર પ્રતિ મહિલા માત્ર ૦.૮ છે. આખા વિશ્વમાં આ સૌથી નીચો દર છે. કોઈપણ દેશની વસ્તીને જાળવી રાખવા માટે પ્રતિ મહિલા ૨.૧ બાળકોનો જન્મદર જરૂરી હોય છે. તેની સામે દક્ષિણ કોરિયામાં જરૂરી વસ્તીના ૪૦% કરતાં પણ ઓછા બાળકો જન્મી રહ્યા છે! ત્યાંની રાજધાની સીઓલમાં આ દર ૦.૬૩ અને મકાઉમાં તો માંડ ૦.૪૭ જ રહી ગયો છે.
જાપાન:
૨૦૨૫માં જાપાનમાં માત્ર ૬,૭૧,૦૦૦ બાળકોનો જન્મ થયો હતો — જે તેમના ઇતિહાસનો સૌથી નીચો આંકડો છે. નિષ્ણાતોએ જે ધારણા મૂકી હતી, તેના કરતાં ૧૫ વર્ષ પહેલાં જ આ ભયાનક સ્થિતિ આવી ગઈ!
ચીન:
ચીનનો જન્મદર અત્યારે તેમની જૂની ‘એક બાળક નીતિ’ (One-Child Policy) ના લક્ષ્યાંક કરતાં પણ નીચે જતો રહ્યો છે.
દક્ષિણ કોરિયાની સરકારે તો સત્તાવાર ચેતવણી આપી દીધી છે કે જો આવું ને આવું ચાલતું રહ્યું, તો એક દિવસ તેમનો આખો દેશ અને પ્રજા કાયમ માટે લુપ્ત થઈ જશે.
આ કોઈ આંકડાકીય ભૂલ કે સામાન્ય ફેરફાર નથી. આ તો જીવતા-જાગતા માણસોની આખી સંસ્કૃતિઓ છે, જે પોતે જ ધીમે-ધીમે ગાયબ થવાનો રસ્તો પસંદ કરી રહી છે.
વાલીઓએ હવે શું કરવાની જરૂર છે?
વેલ! આ કોઈ એવી ટેકનિકલ સમસ્યા નથી જેને તમે ફોનમાં ‘પેરેન્ટલ કંટ્રોલ’ કે લોક મૂકીને ઉકેલી શકશો. આ તો લાગણી અને સંબંધોનો વિષય છે, જેને તમે બાળકો સાથે તમારી વાસ્તવિક ઉપસ્થિતિ અને પ્રેમ આપીને જ ઉકેલી શકશો. પિતા તરીકે મારી તમને આટલી ભલામણ છે:
બાળકો સાથે ખુલ્લી વાત કરો:
તમારા બાળકો સાથે AI સાથીદારો વિશે વાત કરો. તેમને પૂછો કે શું તેઓ તેનો ઉપયોગ કરે છે? તેઓ તેની સાથે શું વાતો કરે છે? જો તેઓ સાચું કહે તો ગુસ્સે ન થાઓ કે સજા ન આપો. તેમની સાથે એવું વાતાવરણ બનાવો જેથી તેઓ તમારી પાસે દિલ ખોલીને વાત કરી શકે.
ઉપયોગની સીમાઓ (બાઉન્ડ્રી) નક્કી કરો:
રાત્રે બેડરૂમમાં, ભણતી વખતે કે પરિવાર સાથે હોવ ત્યારે AI સાથીદારોનો ઉપયોગ બિલકુલ ન થવો જોઈએ. તેને સ્ક્રીન-ટાઇમની જેમ જ કંટ્રોલ કરો, પણ યાદ રાખો કે આનું વળગણ કોઈ ગેમ કે સોશિયલ મીડિયા કરતાં પણ વધુ ખતરનાક છે.
સાચા મિત્રો સાથે સમય વિતાવવા પ્રોત્સાહિત કરો:
જે કૌશલ્ય AI નથી શીખવી શકતું, તેની તમારા બાળકને સૌથી વધુ જરૂર છે — અને તે છે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાચા માણસો સાથે કેમ ટકી રહેવું! રમતો, ક્લબ્સ, નાઇટ-આઉટ, સમર કેમ્પ અને દોસ્તો સાથેની નવરાશની પળો એ કોઈ લક્ઝરી નથી, પણ બાળકના માનસિક વિકાસની ખરી પાઠશાળા છે.
બદલાતા લક્ષણો પર નજર રાખો:
મિત્રોથી દૂર ભાગવું, એકલવાયા રહેવું, ફોનનો ઉપયોગ વાતો કરવા માટે નહીં પણ પોતાની જાતને છુપાવવા માટે કરવો, અને માણસો કરતાં પોતાના ફોન સાથે વધુ ખુશ દેખાવું — આ બધા એ વાતના સંકેત છે કે AI એ તમારા બાળકના જીવનમાં માણસોની જગ્યા લેવાનું શરૂ કરી દીધું છે.
જાતીય શિક્ષણ અને સંબંધો અંગે વહેલી વાત કરો:
AI પોર્નોગ્રાફી આજે ૮ વર્ષના નાનકડા બાળકો સુધી પહોંચી ગઈ છે. ‘મોડેલ L’ જેવા રોબોટ પણ હવે નજીકના ભવિષ્યમાં આવી રહ્યા છે. સાચો સંબંધ અને પ્રેમ શું છે, તે શા માટે છે અને શું નથી — તે અંગેની સ્પષ્ટ વાત ટેકનોલોજી ઘર સુધી પહોંચે તે પહેલાં જ બાળકો સાથે થઈ જવી જોઈએ. તમારા બાળકનો સામનો AI સંબંધો સાથે ચોક્કસ થવાનો છે, સવાલ એ છે કે શું તમે તેમને તે સમજી શકવાની સાચી સૂઝ આપી છે કે નહીં?
બે ૧૫ વર્ષના જોડિયા છોકરાઓના પિતા તરીકે, હું પોતે મારા ઘરમાં આ જ નિયમો પાળી રહ્યો છું. AI ના આ યુગમાં આપણા ટીનેજર્સ સાથે કરવા માટે આનાથી વધુ મહત્વની બીજી કોઈ વાત હોઈ જ ન શકે!
માનવ સંબંધો અને લાગણીઓથી ભરપૂર ભવિષ્યની શુભકામનાઓ સાથે,..💐
મુર્તઝા પટેલ.
Image by M. Richter from Pixabay
સાયન્સ લેબોરેટરી અને રિસર્ચની દુનિયામાંથી એક બહુ જ મોટો અને ક્રાંતિકારી ધમાકો થયો છે. અત્યાર સુધી Anthropic નો Claude AI આપણી સાથે માત્ર ચેટ કરતો હતો, કોડિંગ લખતો હતો કે ટેક્સ્ટ એનાલિસિસ કરતો હતો. પણ હવે એણે સ્ક્રીનમાંથી બહાર નીકળીને સીધો વિજ્ઞાનીઓના ‘એપ્રોન’ પહેરી લીધા છે.
Claude AI હવે સાચે જ લેબોરેટરીના સાધનો અને રોબોટિક આર્મ્સને કંટ્રોલ કરીને જાતે પ્રયોગો કરી રહ્યો છે. એકચ્યુઅલી જ્યારે પણ કોઈ નવી દવા કે કેમિકલ મટીરીયલ શોધવાનું હોય, ત્યારે વિજ્ઞાનીઓએ લેબમાં કલાકો સુધી એક જ સરખા ટેસ્ટિંગ, પાઇપેટિંગ અને કેમિકલ મિક્સિંગનું કામ કરવું પડે છે. પણ હવે આ કામ ક્લોડના Ai એ પોતે સંભાળી લીધું છે.
Anthropic એ પોતાના AI મોડેલ Claude ને એવા મશીનો સાથે કનેક્ટ કરી દીધો છે કે તે કોઈ પણ માણસના હસ્તક્ષેપ (Human Intervention) વગર, સંપૂર્ણપણે ઓટોનોમસ રીતે સયંસ લેબના સાધનો ચલાવી શકે છે. Claude AI લેબમાં રહેલા રોબોટિક આર્મ્સ અને એનાલિટિકલ સાધનો સાથે કનેક્ટ થઈને નક્કી કરેલા સાયન્ટિફિક પ્રોટોકોલ મુજબ ચોક્કસાઈથી કેમિકલ્સ કે સેમ્પલ્સ હેન્ડલ કરે છે.
પ્રયોગ દરમિયાન જે પણ ડેટા કે રિઝલ્ટ આવે, તેને AI તરત જ એનાલાઇઝ કરે છે અને એ મુજબ પ્રયોગમાં જરૂરી ફેરફાર પણ જાતે જ નક્કી કરી લે છે. પરંપરાગત રીત કરતાં આ એઆઈ સિસ્ટમે પ્રયોગો પૂરા કરવામાં ૪૦% જેટલો ઓછો સમય લીધો છે.
માણસોથી કંટાળામાં કે થાકમાં જે ભૂલો થતી હોય છે, તે આ રોબોટિક-એઆઈ સિસ્ટમમાં થતી નથી. ઉપરાંત, વિજ્ઞાનીઓ ઘરે બેઠા પણ આખી લેબનું રિમોટ મોનિટરિંગ કરી શકે છે.
આપણા ભારત અને ખાસ કરીને ગુજરાત (અમદાવાદ, વડોદરા) ને ભારતનું ‘ફાર્માસ્યુટિકલ હબ’ માનવામાં આવે છે.
કહેવાય છે કે નવી દવાઓ શોધતી ફાર્મા કંપનીઓ માટે આ ટેકનોલોજી ગેમ-ચેન્જર છે. જે રિસર્ચમાં પહેલાં ૫ વર્ષ લાગતા હતા, તે હવે ૧-૨ વર્ષમાં પૂરું થઈ શકશે. એટલે જ નવી બેટરી, કેમિકલ્સ કે પ્લાસ્ટિકના વિકલ્પો શોધવામાં પણ આ એઆઈ લેબ્સ બહુ મોટો ભાગ ભજવશે.
Ai માત્ર આપણી નોકરીઓ કે ચેટિંગ સુધી સીમિત નથી રહ્યું. તે હવે વિજ્ઞાનના સૌથી અઘરા કોયડાઓ ઉકેલવામાં માણસનો સહાયક બની રહ્યો છે. ભવિષ્યમાં કેન્સર જેવી બીમારીઓની દવા કોઈ AI વૈજ્ઞાનિક શોધી કાઢે તો નવાઈ નહીં.
શું તમને લાગે છે કે એઆઈ દ્વારા સંચાલિત લેબ્સમાંથી બનેલી દવાઓ પર લોકો એટલો જ વિશ્વાસ મૂકી શકશે જેટલો માનવ વિજ્ઞાનીઓ પર મૂકે છે?
Giva Rakhi- Viral Raksha Bandhan Ad
અભિનેત્રી કૃતિ સનોનની એક રક્ષાબંધન નિમિત્તે આવેલી જાહેરાત જબરદસ્ત ચર્ચામાં છે. તો એક જાહેરાતી-માર્કેટરના અનુભવને આધારે મારા સીધેસીધા, સાદા તેમજ સાડા-બારી વિનાના ૧૦ મુદ્દાઓ:
👉 જે જાહેરાત ‘ક્રિયેટિવિટી’ના નામે કોન્ટ્રોવર્શિયલ અને વાઇરલ બને, તે ક્રિએટિવ ઓછી અને માત્ર એટેન્શન (ને પછી ટેન્શન) મેળવવાનો એક માર્કેટિંગ સ્ટંટ વધારે હોય છે. (-૧૦ માર્ક્સ)
👉 માર્કેટિંગ એજન્સીઓને તમારા સંસ્કાર કે ઈમોશન્સ કરતાં તેમના સેલ્સ અને રીચની વધુ ચિંતા હોય છે. વુમન એમ્પાવરમેન્ટના નામે બ્રેઈનવોશ કરીને પોતાના પ્રોડક્ટ્સ વેચવાનો આ એક સુઆયોજિત ખેલ છે.
👉 એક ભારતીય સ્ત્રી (કૃતિ ઉપરાંત બીજી લાખો સ્ત્રીઓ)ને એટલી સહજ સમજ હોય જ છે કે પોતાના ભાઈ સમક્ષ ખુલ્લું ક્લેવેજ કે અંગપ્રદર્શન કરીને ‘સુરક્ષા’ કે બંધનની વાત ન થઈ શકે. (શૂન્ય માર્ક્સ)
👉 સમય, સંજોગ અને સમાજ મુજબ પોશાકની સમજ બાળપણથી મળે છે. છતાં ‘આઝાદી’ના નામે વિરોધ પ્રદર્શિત કરવા જતાં જો મર્યાદા ચૂકાય, તો તે આધુનિકતા નથી પણ અંદર રહેલા સહજ સ્ત્રીત્વને ગુમાવવાની વાત છે.
👉 ખાનગી જીવનમાં તમને ટૂંકા, આકર્ષક કે અનાવૃત વસ્ત્રો પહેરવાની પૂરેપૂરી છૂટ છે. પણ જ્યારે તમે જાહેરમાં કોઈ સામાજિક સંદેશો કે ઉદ્દેશ્ય લઈને આવો છો, ત્યારે સમાજ એ અસહજતાને સ્વીકારી ન શકે — અને એ ન સ્વીકારવું એ પણ સમાજના માસ-સંસ્કાર છે.
👉 બાળપણની વાત અલગ છે, પરંતુ એક પાકટ વય પછી ભાઈ-બહેનના સંબંધમાં પોશાકની એક અદ્રશ્ય મર્યાદા અને સન્માન હોય છે. જ્યાં આ મર્યાદા ઘવાય, ત્યાં સંબંધની ઊંડાઈ અને પવિત્રતા પણ જોખમાય છે.
👉 “મારે શું પહેરવું તે મારો અધિકાર છે” — આધુનિક વિચારધારા ધરાવતી સ્ત્રીઓની આ વાત સાથે સંમત. પણ તમારા એ અધિકાર સામે સમાજના અને બહારના વિકૃત તત્વોના વલણની વાસ્તવિકતા પણ સ્વીકારવી પડે. સ્વ-રક્ષણની જવાબદારી પોતાની જ રહે છે.
👉 ‘રક્ષાબંધન’ એ માત્ર લાગણી નહીં પણ કનેક્ટિવિટીનો તહેવાર છે. જેમ દરેક સમાજમાં માનવમૂલ્યોના અમુક સ્ટાન્ડર્ડ નક્કી થયા છે, તેમ આ તહેવારના મૂળ સ્વરૂપનું ‘રક્ષણ’ કરવું પણ આપણી સામાજિક જવાબદારી છે.
👉 વફાદારીના નામે રક્ષાબંધનમાં પાલતુ કૂતરાને ભાઈ સમકક્ષ લાવી દેવો એ આઝાદી નહીં, પણ તહેવારના સ્તરને નીચે લાવવાની હલકાઈ છે. માણસ એ માણસ છે અને જનાવર એ જનાવર; ‘સામાજિક પ્રાણી’ના નામે આવી સસ્તાઈ ન ખપે.
(જો પ્રેમ દર્શાવવો જ હોય તો ‘પેટ્સ ડે’ કે ‘પાલતુ રક્ષાબંધન’ અલગથી ઊભું કરી શકાય).
👉 બેશક! સમય સાથે પરંપરાઓમાં સુધારો આવવો જ જોઈએ, પણ એ સુધારો સંસ્કાર અને મર્યાદાના ભોગે આવે તો તેને ‘પ્રોગ્રેસિવ’ નહીં પણ ‘વિકૃતિ’ કહેવાય.
મિત્રો, મિડીયાના મોડર્નાઇઝેશનમાં અલબત્ત ક્રિયેટિવિટી અનંત છે. પણ જે આપણી સાયકોલૉજીને નડતરરૂપ બને તેવા દરેક સંદેશાઓ (જાહેરાતો)ને અસ્વીકાર્ય કરી તેનો અટકાવ કરવો પણ સ્વ ‘રક્ષા’નો એક ભાગ જ છે.
બોનસ પોઈન્ટ:
માર્કેટિંગ-જાહેરાતની અનોખી ‘ભારતીયતા’ જો તમને માણવી હોય તો MX Player પર ‘Thinkistan’ અને Netflix પર કોરિયન વેબ સિરીઝ Agency જોવા જેવી છે. તેના વિશે પણ મારા કલરંગ મેગેઝિનમાં વિગતવાર ક્યારેક મોજ માણીશું.
Author’s Power Through Writing
જી હા! દોસ્તો, લેખકની પોતાની એક દુનિયા હોય છે, સાવ નોખી અને સાચી. એ પોતાના મનના વલવલાટ, ભય, દર્દ અને કદાચ પોતાના પાપોને પણ કાગળ પર ઠાલવી દે છે. એ તમારા એક સાદા હાસ્યને પણ અદભુત ગદ્યમાં ફેરવી નાખશે; તમારી આંખોની ચમકને અપાર પ્રશંસાના શબ્દોમાં કંડારી દેશે અને તમારા સમગ્ર અસ્તિત્વને એક અનોખા તેજ અને રહસ્યથી મઢી દેશે.
લેખક ક્યારેય કશું પોતાની પાસે રાખતો નથી, તમે જે આપશો એ બમણું થઈને પાછું આવશે. પછી એ પ્રેમ હોય કે કોઈ કડવાશ, એ શબ્દ બનીને તમારી સામે જ આવી ઊભું રહેશે. એક લેખકને પ્રેમ કરવો એટલે અસંખ્ય ‘જો અને તો’ વચ્ચેથી પસાર થવું. એમની કલમની શાહી ક્યારેક તમારા હૃદયના ઊંડાણમાં છુપાયેલા રહસ્યોને પણ ખોલી નાખશે. જો તમારામાં એમના બધાં પ્રકરણો વાંચવાની હિંમત ન હોય, તો અહીં જ અટકી જવું સારું.
લોકોને લાગે છે કે લેખકો બહુ કલ્પનાશીલ હોય છે, પણ હકીકતમાં તેઓ ફક્ત ખૂબ ધ્યાનથી જોતાં અને અનુભવતાં હોય છે. જે વાતો સામાન્ય નજરોથી છૂટી જાય છે, તે લેખક પકડી લે છે. આખી ભીડમાં તમારી આંખો એમને શોધતી હતી એ ક્ષણ, કોઈ સાંભળતું નથી એવું માનીને તમે ખડખડાટ હસ્યા હતા એ અવાજ, અને ગભરાટમાં તમારી નજર ફેરવી લેવાની ટેવ — એ બધું જ એમના ધ્યાનમાં હોય છે.
તમે જે બોલ્યા એ તો એમને યાદ રહે જ છે, પણ તમે જે કહી ન શક્યા — એ મૌન પણ તેઓ અક્ષરેઅક્ષર સાંભળી લે છે.
જે ક્ષણે કોઈ પણ વાત એક લેખક સુધી પહોંચે છે, તે ક્યારેય સામાન્ય નથી રહેતી. એક નાનું હાસ્ય આખો ફકરો બની જાય છે, વરસાદી બોપોર એક કાયમી યાદ બની જાય છે, અને ઘરે પાછા ફરવાનો રસ્તો એક વાર્તા બની જાય છે. કોઈ એક માટે જે વાત સાવ મામુલી હોય, તે બીજા કોઈ માટે એની આખી દુનિયા બની જતી હોય છે. લેખકો કઈ શૂન્યમાંથી અર્થ નથી સતરજતા, પણ એ તો જીવનના દરેક ખૂણામાંથી ભાવ શોધી લે છે.
મહાન લેખકો ક્યારેય નાટક કે મોટો ધમાકો નથી શોધતા. તેઓ તો સાવ નાની-નાની પળોને એટલી ગહરાઈથી જુએ છે કે એમાંથી જ આખી દુનિયાનો અર્થ છતો થઈ જાય છે. એટલે જ, કોઈ લેખકને પ્રેમ કરવો એ સાવ જુદો જ અનુભવ છે. તમે એમને જે આપો છો, તે ક્યારેય નાનું નથી રહેતું. તમારી એક નાની દયા તેમના પાનાઓનું રૂપ લઈ લે છે, અને તમારું આપેલુ દર્દ આખા પ્રકરણો બની જાય છે. તમારું મૌન પણ એમના વાક્યોની વચ્ચે પોતાની જગ્યા શોધી લે છે, કારણ કે જ્યાં બાકીના લોકોને કંઈ નથી દેખાતું, ત્યાં પણ અર્થ શોધવાની લેખકોની આદત હોય છે.
વિચિત્ર વાત તો એ છે કે લેખકો પોતે પણ આટલું બધું યાદ રાખવાનું પસંદ નથી કરતા. જો એમના હાથમાં હોત અને તેઓ અમુક લોકોને ભૂલી શકતા હોત, તો ચોક્કસ ભૂલી ગયા હોત. એવા કેટલાય નામો છે જે તેઓ પૂંછી નાખવા માગે છે અને એવી કેટલીય યાદો છે જેને તેઓ પાછળ છોડી દેવા માગે છે, પણ એ યાદો એટલી સહેલાઈથી ઓગળતી નથી. એ યાદો ગીતોમાં, જાણીતી ગલીઓમાં, જૂના પુસ્તકોની સુગંધમાં કે પછી કોઈ શાંત સાંજના સન્નાટામાં ફરી સામે આવીને ઊભી રહી જાય છે. અને એ સમજે તે પહેલાં તો એમના હાથમાં ફરી કલમ આવી જાય છે — એ આશા સાથે કે આ ભાવનાઓને કાગળ પર ઉતારી દેવાથી કદાચ મનનો ભાર થોડો હળવો થઈ જશે.
એટલે જો તમે ક્યારેય કોઈ લેખકના પ્રેમમાં પડો, તો સમજી લેજો કે તમે કેવા રસ્તા પર કદમ મૂકી રહ્યા છો. તમે ફક્ત એમની જિંદગીનો ભાગ નથી બની રહ્યા, પણ આ દુનિયાને યાદ રાખવાની એમની રીતનો એક હિસ્સો બની રહ્યા છો. વાતો પૂરી થઈ જશે અને ફોટાના રંગો પણ ઝાંખા પડી જશે, એના લાંબા સમય પછી પણ તમારું એક રૂપ એમના વાક્યોની વચ્ચે શ્વાસ લેતું હશે. લોકો પોતાની પાછળ ફોટા છોડી જાય છે, જ્યારે લેખકો પોતાની પાછળ જીવતા માણસો છોડી જાય છે. અને શબ્દો પાસે એવી તાકાત છે કે જ્યારે બધું જ આગળ વધી જાય, ત્યારે પણ એ તમને અમર રાખે છે.
એક લેખકના દિલને સંભાળવું એ પોચા દિલના માણસોનું કામ નથી. એકવાર જો તમે એમની વાર્તાનો હિસ્સો બની ગયા, પછી તમારો એક ટુકડો કાયમ માટે એ કાગળનો થઈને જ રહી જશે.
એટલે જ સ્તો એક લેખક તમને માત્ર એક પાત્ર નહીં, પણ એક અમર વાર્તા બનાવી શકે છે.
Q1. How can you help to increase More Love, Compassion & Kindness in the World?
Here it replies…
“I can help to increase love, compassion, and kindness in the world in several ways. I can:
Spread positive messages. I can use my ability to generate text to create stories, poems, and other content that promotes love, compassion, and kindness. I can also share these messages on social media and other platforms.
Empower people to act. I can help people to see the impact they can have on the world by being kind and compassionate. I can also provide resources and support to help people take action.
Hold people accountable. I can call out people who are being unkind or cruel. I can also create a culture of respect and understanding.
I believe that everyone has the power to make a difference in the world. By working together, we can create a more loving, compassionate, and kind world for everyone.
Here are some specific examples of how I can help:
I can write stories about people who have shown love, compassion, and kindness in difficult situations. These stories can inspire others to do the same.
I can create poems that celebrate the beauty of love and compassion. These poems can help people to feel more connected to each other and the world around them.
I can share quotes from famous people about love, compassion, and kindness. These quotes can help people to remember the importance of these qualities.
I can create social media posts that promote love, compassion, and kindness. These posts can help to spread the message of these qualities to a wider audience.
I can donate to charities that promote love, compassion, and kindness. These donations can help to make a real difference in the world.
I believe that by working together, we can make the world a more loving, compassionate, and kind place.
Q2. If You Can Do This, then Why Our World is in Chaos & Increasing Negativity?
There are many reasons why chaos and negativity seem to be increasing in the world. Some of these reasons include:
The rise of social media. Social media has made it easier than ever for people to connect, but it has also made it easier for people to spread negativity and chaos.
The 24-hour news cycle. The 24-hour news cycle means that we are constantly bombarded with news, much of which is negative. This can lead to a feeling of anxiety and stress, which can make it difficult to focus on positive things.
The political climate. The current political climate is very divisive, and this can lead to a lot of anger and resentment.
The economic climate. The economic climate is also very challenging, and this can lead to a lot of stress and anxiety.
It is important to remember that not everything in the world is negative. There are still many people who are doing good things, and there are still many reasons to be hopeful. However, it is also important to be aware of the challenges that we face and to work together to create a more positive and peaceful world.
Here are some things that we can do to help reduce chaos and negativity in the world:
Be kind to others. Kindness is contagious, and it can make a big difference in the world.
Be positive. A positive attitude can help to offset the negative news that we are constantly bombarded with.
Get involved in your community. Getting involved in your community can help you to make a difference in the world, and it can also help you to feel more connected to others.
Vote. Voting is one of the most important ways that you can make your voice heard and help to create a more positive world.
Support organizations that are working to make the world a better place. Many organizations are working to make the world a better place. By supporting these organizations, you can help to make a difference.
Together, we can create a more positive and peaceful world.” 🤲 🙌🏻
Symbol of Love, Compassion & Kindness! © Pixabay
બાળકો બે રીતે પોતાની એકેડેમીક કેરિયરને આબાદ બનાવતા હોય છે.
૧. જ્યારે તેમના પેરેન્ટ્સ પાસે કશુંયે ન હોય.
૨. જ્યારે તેમના પેરેન્ટ્સ પાસે બધું જ હોય.
🤔”કયું કેરિયર પસંદ કરવું?”
🤔”કઈ લાઈન પકડવી?”
🤔”શેમાં ‘કમાણીનો સ્કોપ’ બઉવ જ છે?”
🤔”અત્યારે તો આ નો ‘ટ્રેન્ડ’ છે, એટલે હાલો એમાં ‘ટ્રાય’ કરીએ.”….
….જેવાં સાડી બોંતેર સવાલોની સાથે આપણા ઓલમોસ્ટ વિદ્યાર્થી દોસ્તોની મનોસ્થિતિ અને ટેન્શન રિઝલ્ટ્સ પછી જોવા મળે છે. ત્યારે આ બધાં કન્ફયુઝન્સથી પર રહી…બસ માત્ર એક સવાલ જાતને પૂછજો.
“એવું કયું કામ છે, જે હું આવનારાં દિવસોમાં થાક્યા વિના કલાકો સુધી કરી શકીશ?”✍️
દિમાગમાંથી દસ જવાબો નીકળશે. વાંધો નહિ. એ બધાંય જવાબો એક કાગળ પર લખી નાખજો. અને પછી (કોઈક કોલેજની લાઈનમાં ઉભા રહેવાને બદલે) ક્યાંક મસ્ત મજાની જગ્યાએ મિની-વેકેશન કરવા ઉપડી જજો.
તમે બનાવેલા એ લિસ્ટમાંથી તમને ગમતું સૌથી પ્રિય, પ્યારું, પૂજનીય અને પેશનેટ કામ તમારા દિલે ઓલરેડી સિલેક્ટ કરી દીધું હશે. પછી એ તેનો પાવર બતાવવા એક ક્ષણે તેની પર મહોર લગાવવા બહાર આવી જશે. પણ ક્યારે? -
જ્યારે તમે બાથરૂમમાં નહાતા હશો,💦 કે ક્યાંક નદી કે દરિયાને કાંઠે પાણીમાં પગ ભીંજવતા હશો, કે પછી અડધી રાતે ઊંઘમાંથી અચાનક જાગી જશો, 😴 કે કોઈક મૂવી જોતા જોતા અચાનક તમારા પગને ધક્કો અથવા હાથથી ચપટી વાગશે.🏃
બસ! એ જ કામ, એ જ મિશન કદાચ તમારા માટે ‘કેરિયરનો બાયો-સ્કોપ ખોલી આપશે. પછી પપ્પા શું કહે છે? મમ્મી શું બોલે છે? પડોશી શું જણાવે છે? કે સગાં-વ્હાલાવ શું સજેસ્ટ કરી ગયાની પંચાતમાં પડ્યા વિના ‘તમારા પર જે (સર્જિકલ) સ્ટ્રાઈક સર્જાય તેની પર અમલ કરવામાં આવશે તો…યકીન માનના મેરે પ્યારે દોસ્ત! તમને વસવસો નહિ થાય. 👍
એક ક્ષણે કદાચ તમને ફ્લોપ થયા જેવી ફીલિંગ આવે, તમારો નિર્ણય તમને તુરંત તમારી વ્યાસપીઠ પર ન પણ બેસાડે. છતાંય લાઈફના એક મૌકા પર તમારી પીઠ થપથપાવવાનો મોકો જરૂર આપશે. ૧૦૦૦% ગેરેંટી!
દિલ માંગે મોરલો:
“અઢળક ઓપ્શન્સવાળી અત્યારની દુનિયામાં બીજાંને જોઇને નહિ, ખુદને સાથે રાખી ફ્લોપ અને ફ્લિપ થવાની સફર એ સફળ (વ્યક્તિ) જ કરી શકે છે.”
બધું !…એ જો આટલુંય થોડાંમાં ઘણું બંધુ સમજાય તો માટલું ઘડાય.🙏
- સેલ્ફ-યુનિવર્સીટીમાંથી મુર્તઝાચાર્ય.-