Stories by Alpam Desai Bhatt on Medium
નસકોરાં
ઘરમાં તો બધાય સાંભળ્યા હોય, પણ બહારની વ્યક્તિના સાંભળવા મળે તે આમ અજુગતું લાગે, અને મને તો હસવું આવે.
૧૯૯૫માં હું પૂના L&T કંપનીમાં ૫ દિવસ એક ટ્રેઇનિંગમાં હાજરી આપવા ગઈ હતી. સવારે ૮:૩૦ થી ૪:૩૦ ટ્રેઇનિંગ ચાલે. એ લોકોનેજ થતું હશે કે બધાનું માથું પકવી નાખ્યું એટલે ૪:૩૦ થી ૫:૩૦ યોગ કરાવી રિલેક્સ કરાવે.
તે જમાનામાં સ્ત્રી એન્જિનિયર હોવાનું એક મોટું દુઃખ એ કે આવી જગ્યાએ જાવ તો બધા ભાઈઓ વચ્ચે હું એકલીજ સ્ત્રી હોઉં. પ્રોફેશનલ ટ્રેઇનિંગ સુધી તો ટેવાઈ ગઈ હતી, પણ અજનબી ભાઈઓ સાથે યોગ કરવાના?
આ વખતે હું સુરક્ષિત હતી કારણકે હું પ્રેગ્નન્ટ હતી. નસીબજોગે યોગ કરાવવા પણ એક છોકરી આવી એટલે મેં તો તેને કહી દીધું કે મને ચોથો મહિનો જાય છે માટે હું યોગ નહીં કરી શકું. કંપની તો પૂનામાં ગામની બહાર અને મારું હોટલ બુકીંગ પુના રેલવે સ્ટેશન પાસે. L&T કંપનીની બસ લેવા મુકવા આવે. એટલે મારે ૫:૩૦ સુધી તે રૂમમાં બેસી રહેવું પડે. બીજો કોઈ વિકલ્પ નહોતો.
એટલે ગમે કે ન ગમે પણ બધા યોગ કરતા ભાઈઓનું નિરીક્ષણ કરવા સિવાય મારી પાસે કોઈ ઉપાય નહોતો. અજુકતું લાગે એટલે ઘણીવાર ટ્રેઇનિંગ મટીરીયલમાં મોઢું ઘાલી બેસી રહું. યોગના અંતમાં શવાસન કરાવે. પેલી યોગ ગુરુ આવીને મને કહે કે આ તો તમારાથી થાય. પણ આટલા બધા ભાઈઓની વચ્ચે કેવી રીતે આડી પડું? એટલે મેં તો ના પાડી.
આ ગૃપમાં એક ભાઈ મહાકાય, અમિતાભથી પણ ઊંચા અને સતીશ કૌશિકથી ડબલ હશે એમના પેટનો ઘેરાવો. મને તેમને ચત્તાપાટ સુતેલા જોઈને જ હસવું આવે, જાણે એક નાનો અમથો પર્વત પેટની ટોચ અને આજુબાજુ મોટો ફેલાવો. શવાસન શરૂ થયું અને બીજી મિનીટે આ ભાઈએ પોતાની મહાન કાયા સાથે મેળ ખાતા અવાજમાં નસકોરાં બોલાવવા માંડ્યા. હસવું તો મને એવું આવે પણ જેમતેમ રોકી રાખ્યું. અને આવું મારે લગાતાર બીજા ૪ દિવસ સહન કરવું પડ્યું.
અને એ ભાઈ તો રોજ "Oh, I slept nicely", કહી હાથ ખંખેરી ઉભા થઇ જાય.
અલ્પમ
૦૧.૧૧.૨૦૨૦
પંદરેક વર્ષ પહેલાં ખોટી રીતે દોરવાઈ જઈને મેં ધર્મપરિવર્તન કર્યું હતું. ચોંકો મત. અપૂન ઇતના ગયા ગુજરા નહીં હે કી દો બોરી રાઈસ મેં બીક જાએ યા તલવાર સે ડર જાયે... લેકિન કયા હૈ કી કોઈ દયા ધરમ કી વાત આવી જાય ત્યાં ટાંટિયા ઢીલા થઈ જાય. એટલે સમજી ગયા ને... હું માનવતા ધર્મમાં વટલાઈ ગઈ... કોઈની ખોટી દોરવણી જીતી ગઈ, "માનવતા એજ શ્રેષ્ઠ ધર્મ" બાકી બધું વ્યર્થ. એજ ધર્મ વિશાળ હૃદયવાળાનો ધર્મ છે, જેઓ "ગરીબ - BPL વર્ગ, દલિત, આદિવાસી, અન્ય ધર્મના લોકો, વગેરે દુઃખી વર્ગ"ની સંભાળ રાખે છે, જેઓ સમાનતામાં વિશ્વાસ રાખે છે, જેઓ ઈચ્છે છે કે દુનિયા અત્યારની તેમજ આવનારી પેઢી માટે વધુ સારી જગ્યા બને.
પરંતુ "માનવતા ધર્મ" કેટલીક શરતો સાથે આવે છે.
તમે ઉપરોક્ત તમામ વાતોના સમર્થનમાં હોવા જ જોઈએ, પરંતુ તમે આ ધર્મને હિન્દુ ધર્મના લોકો સિવાય અન્ય ધર્મોમાં ફેલાવી શકો નહીં. ધર્માંતરણ ફક્ત અને ફક્ત હિંદુથી માનવતા, અન્ય ધર્મમાં નહીં. બીજું અહીં માનવતાને લગતી વળગતી દરેક વસ્તુ શીખવવામાં આવે છે, અને તે ફક્ત ઉચ્ચ જાતિના સવર્ણ હિંદુઓ તરફ જ નિર્દેશિત કરવામાં આવે છે. તેઓને તેમના પૂર્વજો કેટલા બેરહેમ હતા એવી ગિલ્ટ ટ્રીપમાં ધકેલવામાં આવે છે. મારી સાથે આવું બન્યું છે એટલે જાત અનુભવથી કહું છું. બીજી ખબર નથી.
પછી તમને લોકોને પણ ખબર છે ને કે ભારતમાં પોલિટિકલ સિનેરીયો બદલાઈ ગયો અને એની સાથે મારી વિચાર શક્તિને પણ નવી દિશા મળી, આંખ, કાન.. બધું ખુલવા માંડ્યું. મેં આત્મનિરીક્ષણ કર્યું અને સમજાયું કે હિંદુ ધર્મ એ સૌથી સહિષ્ણુ ધર્મ છે અને માનવતાથી ભરેલો છે. આ સનાતનીઓ તો ત્યાં સુધી સહિષ્ણુ કે પોતે જ ભારત પર આક્રમણ કરનાર મુઘલો અને ખ્રિસ્તીઓ નો ધર્મ અપનાવી લે.. અને ભાઈ ભાઈ ના નારા લગાવે. ઉપરથી જે લોકો એ મુઘલ અથવા બ્રિટિશ રાજ વખતે ધર્માંતરણ ન કર્યું એ પણ ભારતમાં ઠોકી બેસાડેલા મુઘલ અને ખ્રિસ્તી ધર્મને માનપાન આપે, ધર્મનો તેમજ તે ધર્મના લોકોનો સ્વીકાર કરે અને મૈત્રીપૂર્ણ સાથે રહે (થોડા નાના મોટા છમકલાં ઓ સાથે - જેમાં હમેશા હમસ-ઇઝરાયેલ જેવા જવાબ વગરના પ્રશ્નો રહ્યા જ છે).
આ સીધે સીધું એમ બતાવે છે કે હિંદુ-સનાતન ધર્મના મૂળમાં માનવતા જ છે. આવુ બ્રહ્મજ્ઞાન મને ૫-૬ વર્ષ પહેલાં થઈ ગયું.
હવે સવાલ એ થાય છે કે કોઈ એવું કેમ ઈચ્છે કે હું એવું દ્રઢપણે માનું કે "માનવતા જ મારો ધર્મ છે" અને "હું હિંદુ છું" એ હું ભૂલી જાઉં?
કારણ કે જ્યારે મને ખ્રિસ્તી અથવા મુઘલ જેવા અન્ય ધર્મોમાં પરિવર્તિત કરવું શક્ય નથી, ત્યારે ઓછામાં ઓછું માનવતાના આધારે, મારાજ ધર્મના ગળથૂથીમાંથી મળેલા મૂલ્યોને પંપાળીને, મારો હિંદુ ધર્મ છોડવા તો મને તૈયાર કરી જ શકાય. હું પણ થઈ ગઈ હતી અને એક સમયે ધર્મની કોલમમાં મેં હિંદુ ને બદલે માનવતા લખતી હતી. અત્યારે મને એવું લાગે કે, હું તે વખતે સોશિયલ/પ્રિન્ટ મીડિયા, લિબટાર્ડ્સ, લેફટીસ્ત અને આપણા સમાજમાં રહેતા આવા ઘણા ઉધઈ, દિમગ જેવા લોકોનો શિકાર બની ગઈ હતી.
આજે હું હિંદુ હોવાનો ગર્વ અનુભવું છું અને સો ટકા માનવતા સાથે કહું છું કે હું હિંદુ છું
હિંદુસ્તાનમાં હિંદુ માતા-પિતાના ઘરે જન્મ લેવા બદલ ભગવાનની આભારી છું.
જય હિંદ, જય શ્રી રામ
અલ્પમ
૧.૧૧.૨૩
વાસણ કોણ માંજે?
મને બાલમંદિરમાં મારી ભત્રીજી રૂપમ સાથે નાનપુરમાં મુકેલી. સવારે ૯ વાગે પપ્પા જમવાનું પતાવી મને લઈ માતાજીના ઘરે જવા નીકળી જાય. મમ્મી ને જ્વલંત પછી એકલા. મમ્મીનું રસોડાનું કામ તો લગભગ પૂરું થઈ ગયું હોય. વહેલા જમવાની ટેવ હોવાથી તે પણ જ્વલંત સાથે ૧૦-૧૧ વાગ્યા સુધીમાં જમી લે. ત્યાં સુધી જ્વલંતને મમ્મીની એકધારી કંપની મળી રહે એટલે તે ખુશ.
પણ પછી મમ્મી વાસણ માંજવા બેસે. ચોકડી રસોડામાં જ હતી. જ્વલંત એકલો પડે એટલે મમ્મીની બાજુમાં જઈ ઉભો રહે અને પૂછે
જ્વલંત: તું શું કરે છે?
મમ્મી: વાસણ માંજુ છું.
જ્વલંત: તું કેમ વાસણ માંજે?
મમ્મી: ચોખ્ખાં કરવા પડે માટે
જ્વલંત: રોજ માંજે છે
મમ્મી: હા, રોજ માંજુ છું
હવે આ ડાયલોગ જ્વલંતનો રોજનો કાર્યક્રમ. પછી તે મમ્મી વાસણ કરી લે ત્યાં સુધી રમવામાં પરોવાઈ. એક દિવસ મમ્મી કઈંક કંટાળી હશે કે મૂડ ઓફ હશે અને જ્વલંત આજ ડાયલોગબાજી કરવા આવ્યો તો મમ્મી અકળાઈને આવા જવાબો આપ્યા.
જ્વલંત: તું શું કરે છે?
મમ્મી કંટાળીને: વાસણ માંજુ છું.
જ્વલંત: તું કેમ વાસણ માંજે?
મમ્મી ગુસ્સામાં: હું નહીં માંજુ તો બીજું કોણ માંજશે?
ખરી મઝા એના પછીના દિવસે આવી
જ્વલંત: તું શું કરે છે?
મમ્મી: વાસણ માંજુ છું.
જ્વલંત: તું નહિ માંજે તો બીજું કોણ માંજશે.
#નિર્દોષ_બાળપણ
અલ્પમ
૨૮.૧૦.૨૦૨૦
Why should boys have all the fun?
આ ટેગલાઈનમાં કશું ખોટું નથી, પરંતુ જ્યારે લગ્નેતર સંબંધોની વાત થતી હોય અને કોઈ આ ટેગલાઇન વાપરે તો કેવું લાગે?
જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે. પહેલા જો પરણેલા પુરુષને કોઈક જોડે પ્રેમ થઈ જાય તો મોટેભાગે તે પ્રેમિકા કુંવારી હોય. આવા ઘણાબધા કિસ્સાઓમાં અંતે પત્ની પતિને માફ કરી દે અને પ્રેમિકા સમાજમાં બદનામ થાય. હવે પરિસ્થિતિમાં ફેરફાર થયો છે. આજે પરણેલા પુરુષ પરણેલી સ્ત્રી જોડે લગ્નેતર સંબંધ રાખે અને પરણેલી સ્ત્રીઓ જાણે હોડમાં ઉતરી હોય એમ લગ્નેતર સંબંધોમાં પુરુષ સમોવડી થવા થનગાટ કરી રહી છે. બધા નહીં, પણ જે થોડાઘણા એફેર થાય છે તેઓ ની વાત, જોકે ૨૦-૨૫ વર્ષ પહેલા કરતા તો વધ્યા જ છે.
જેમ આપણે પતિ પત્ની ઔર વોહ ફિલ્મમાં જોયું હતું તેમ આજે સ્ત્રી પણ ખુલીને બહાર વાતો કરે છે કે પતિ તેને પ્યાર નથી કરતો, ધ્યાન નથી આપતો વગેરે વગેરે. માટે કોઈક ને પડોશમાં, કે મિત્રવર્તુળમાં તો કોઈક ને ઓફિસમાં એક પુરુષ મિત્ર મળી જ જાય છે (પુરુષોને તો ભાવતું હતું અને વૈદે કહ્યું). પછી આ સ્ત્રી લગ્નેતર સંબંધમાં ફસાય. હવે જેની પાસે એ આ સંબંધની કબૂલાત કરશે ત્યાં ચોક્કસ કહેશે કે મારો પ્રેમ સાચો છે, પવિત્ર છે અને અમે એકબીજાને સ્પર્શ નથી કરતા.
મારે એટલુંજ પૂછવાનું કે કેમ?
૧. કેમ કે દુનિયાની દ્રષ્ટિએ આ પ્રેમ ખોટો છે?
૨. કે તમારી પોતાની નજરમાં તમે ખોટું કરી રહ્યા છો, પણ નિજાનંદ માટે પાળ બાંધી આગળ વધો છો?
૩. એ પ્રેમી પણ પુરુષ છે ક્યાં સુધી સ્પર્શ સુખ વગર રહી શકશે?
૪. મર્યાદા શારીરિક કેમ છે, માનસિક મર્યાદા તો ટૂટી ગઈ છે.
૫. નવો પ્રેમ જો એટલોજ સાચો હોય, પવિત્ર હોય તો શારીરિક રીતે ઐક્ય સાધવામાં શું છોછ?
હું તો એવું માનું કે બે વહાણમાં સફર ન કરાય, ત્રણ સુખદ અંત હોય શકે
૧. હિંમત કરી ડિવોર્સ લઈ પ્રેમી જોડે લગ્ન કરો.
૨. પ્રેમીને છોડી દો, પતિ જે રીતે રાખે છે તેમાં સંતોષ માનો.
૩. પતિ, પ્રેમી બન્નેને છોડી દ્યો, સ્વતંત્ર જીવો, હૉબિઝ વિકસાવો, ગર્લ ફ્રેન્ડ્સ જોડે ફરો, મોજ કરો.
યાદ રાખો પેલો પ્રેમી પણ પરણેલો હશેજ, પોતાના ઘર બાળકોનો ભોગ તમારા માટે ન આપે. આ પ્રકરણ પૂરું થશે જ અને ત્યારે એ સ્ત્રી પહેલા કરતા વધુ દુઃખી થશે. પરણેલી બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું કે કાયદેસર છૂટાછેડા થાય પછીજ નવો સંબંધ શરૂ કરવો. (પપ્પા વકીલ હોવાથી કાયદાકીય તેમજ વ્યવહારૂ જ્ઞાન મળ્યાનો મને ફાયદો થયો)
અલ્પમ
૨૬.૧૦.૨૦૨૦
આપણા સુખદુઃખ આપણા વાણી વર્તન પર જ નિર્ભર છે.
ઘણીવાર તમે સાચા હોવા છતાં past conditioning ને લીધે કશું બોલી નથી શકતા. તો કોઈકવાર તમે ગુસ્સામાં એવું બોલી કાઢો કે તમે સાચા હોવ છતાં તમને કોઈ માનથી ન જુએ. બન્ને પરિસ્થિતિમાં નુકશાન તમારુંજ થાય છે.
કોઈ માણસ ચુપચાપ બીજાને મદદરૂપ થાય, તો કોઈક માત્ર પાંદડું હલાવવા જેટલું કાર્ય કરી સદીઓ સુધી તેના ગીત ગાય.
અમુક માણસોની આગળ તમે દિલ ખોલીને વાત કરી શકો, જે તમને સમજે, સાંભળે, માંગ્યા પછીજ સલાહ સૂચનો આપે, તમારું અને સાથે સંકળાયેલા બધાનું હિત વિચારી આગળ શું કરવું કે શું ન કરવું તેની વાત સમજાવી છેલ્લો નિર્ણય તમારા પર છોડે. જયારે થોડા એવા હોય કે સાંભળે નહિ અને judge કરે, ત્વરિત માંગ્યા વગર સલાહો આપશે અથવા પોતાની કહાની શરૂ કરી દે જાણે સ્પર્ધામાં ઉતર્યા હોય.
આવા ઘણાબધા દાખલાઓ અપાય. જેવી રીતે ખરે સમયે શાંત અને તઠસ્થ ભાવે સત્ય બોલવું જરૂરી છે તો અમુક સંજોગોમાં ચૂપ રહેવું પણ એટલુંજ જરૂરી બને છે.
સમાજમાં કોઈને પણ સહાયરૂપ થવું હોય તો સાંભળવાની કળા હોવી જોઈએ. તે માટે શાંત પળો ગાળવી પોતાનું અવલોકન કરવું ખૂબ જરૂરી છે. મેડિટેશન સૌથી સારું.
તમારા મનની શાંતિ સૌથી અગત્યની છે, પણ એ પામવા બીજાને અશાંતિ આપવી એ સારું ન કહેવાય. આપણા સુખ માટે બીજાને દુઃખી ન કરવા. સુખદુઃખ નું ચક્ર તો ફરતું રહેશે.
અલ્પમ
૨૫.૧૦.૨૦૧૯
જાપાનીઝ ભાષા
હું બોલતી થઈ ત્યારે ઘણીવાર અગડમ બગડમ ધડ માથા વિનાના લવારા કરતી, કંઈ નવાઈની વાત નથી, બીજા બાળકોની જેમ જ. સતત બોલબોલ કરું એવું મારા પપ્પા કહેતા. અને એકલી એકલી જ્યારે બોલું તો શબ્દો એવા હોય કે સાંભળનારને કશી સમજણ ન પડે. આ મારું અગડમ બગડમ હું ચાર વર્ષની અને જ્વલંત બે વર્ષનો થયો ત્યાં સુધી ચાલ્યું. જ્વલંતને પણ મેં થોડું થોડું શીખવી દીધેલું.
પપ્પા મારા શબ્દો પકડે "xyz" અને પૂછે કે "xyz" એટલે શું? હું તરતજ એનો મતલબમાં મને આવડતો કોઈપણ ગુજરાતી શબ્દ બોલી કહી દઉં. પપ્પા વાળે કે આવું નહિ બોલવાનું, તો હું સામે થાવ કે હું તો આવુંજ બોલીશ. જેવું મારું અગડમ બગડમ શરૂ થાય એટલે પપ્પા ટોકે "આ શું બોલે છે?" "જાપાનીઝ ભાષા" મારો સ્ટાન્ડર્ડ જવાબ. પપ્પાને પણ નવાઈ લાગતી કે આ "જાપાનીઝ ભાષા" શબ્દો મને કોણે શીખવ્યો.
એક શબ્દ આજે પણ યાદ છે - "કિનનાકાના" મારા આ જાપાનીઝ શબ્દનો મારી ડિક્શનરી પ્રમાણે ગુજરાતી અર્થ હતો "ચા". હું અને જ્વલંત ઘણીવાર બારીના સળિયા પકડી ઉભા રહી જોર જોરથી "કિનનાકાના" "કિનનાકાના" સતત બોલીએ. સામે રહેતા લક્ષ્મીચંદ કાકા જો પોતાની બારીએ આવી અમને જુએ તો હું ભાગીને સંતાઈ જાઉં અને નાનકડા જ્વલંતનું "કિનનાકાના" ચાલુજ હોય.
તમે વાંચી રહ્યા હોય તો કોમેન્ટો. હું તો અહીં આરામથી કિનનાકાના પીવા બેઠી.
અલ્પમ
૨૫.૧૦.૨૦૨૦
ધ્યાનમાં બેસતા મનુષ્ય ને તમે કહો કે વાંદરા સિવાય બાકી બધા જ વિચારો કરાય તો એ જેવો પાંપણ બંધ કરે કે તરતજ વાંદરો દેખાય. મારે આજે એવુંજ થયું.
ગઈકાલે દીકરી જોડે ચર્ચા થઈ, કહે કે તું ભૂતકાળનું બોવ વિચારે, હવે તો પાછી લખવા પણ મંડી પડી, ભલે સારું લખે પણ હવે તું ભૂતકાળમાંથી બહાર નીકળી ભવિષ્ય તરફ નજર કર, તેને ઉજળું બનાવ. હા, ખરું કહ્યું, થોડું ચિંતન મનન કરી આજે સવારે પહેલો વિચાર કર્યો કે મનમાં પણ ભૂતકાળ વાગોળવો નહીં, તોજ એની આગળ ભૂતકાળની વાતો બંધ થશે. એટલે મેં તો મન મજબૂત કરી લીધું. સકરાત્મક બની ગઈ.
તેવામાં ૧૧ વાગ્યે અમારા બ્લોકના વોટ્સએપ ગૃપ પર મેસેજ આવ્યો કે સમારકામને લીધે પાણી એક કલાક બંધ રહેશે. ઓકે, આવી વાતોમાં હું દુઃખી નથી થતી કારણકે ૬ એક મહિને આવું બને અને ૨૦માંથી કોઈકને ત્યાં તો કામ નીકળી આવે. હવે શું? એટલા માટે કે રસોઈ બાકી. ૧૨ વાગ્યા સુધી રાહ જોઉં છતાં પાણી ન આવ્યું તો? એટલે હું તો રસોઈએ વળગી.
બબ્બે મિનિટે હાથ રસોડાના નળ પર જાય, પાણી આવે નહીં, પછી શું, એક મોટું તપેલું લઈ તેમાં ચોકડીના ટબમાંથી જ હું RO નું drain outlet નું પાણી (રોજ પોતું કરવા તેમજ પ્લેટફોર્મ ધોવા ભેગું કરું) લઈ આવી અને એંઠા વાસણો તપેલીમાં બોળતી ગઈ. હાથ ધોવા વારે ઘડીએ ટબમાંથી પાણીનો ગ્લાસ ભરી લાઉં. આવું કરતાં કરતાં રસોઈ થઈ ગઈ.
આટલી બધી પાણીની છૂટ હોય તેમાં એક દિવસ કરકસર કરવી પડી એટલે પેલો વાંદરો આવ્યા વગર રહે? કેવા અમે આવીજ રીતે વર્ષો રસોઈ કરતા, પાણી તો બે કલાક આવે, કોઈવાર ટાંકી ન પણ ભરાઈ, એવું બધું ઘણું ભૂતકાળનું યાદ આવી ગયું. પણ સાથે સાથે દીકરીની સલાહ પણ યાદ આવી, અને આ લખતા લખતા રસોડાના નળમાંથી મેં જે પાણી બચાવ્યું તે વહી ગયું. હવે આવજો હોં, હું તો ડંડો લઈ વાંદરાને ભગાડવા જઉં છું
નર્સરી રાઈમ્સ
ગુજરાતીમાં કવિતા, પણ અમે બન્ને ભાઈબહેનને પપ્પાએ અંગ્રેજી માધ્યમમાં ભણવા મુકેલા એટલે અમારા શૈક્ષણિક જીવનની શરૂઆત નર્સરી રાઈમ્સથી થઈ.
હું સિનિયર કેજીમાં અને મને જે નર્સરી રાઈમ્સ શીખવે એ નાનકડો જ્વલંત મને બોલતા સાંભળી તરતજ શીખી લે. પાછો એટલો હોશિયાર કે બોલવાનું કહો તો ચોપડી લઈ પોતાના નાનકડા ખોળામાં મૂકી તે કવિતાનું પાનું કાઢી એક એક શબ્દ પર આંગળી મૂકી આખી કવિતા બોલી જાય.
એક દિવસ પપ્પાએ પોતે કાગળ પર Jack and Jill વાળી કવિતા લખી જ્વલંત ને કહ્યું કે આ બોલ. તો એને કંઈ ખબર ન પડી. એ ત્યારે અઢી વર્ષનો હતો. હજી એ બી સી ડી પણ નહોતો શીખ્યો પણ પપ્પા મને જે રીતે શબ્દો પર આંગળી મૂકી કવિતા બોલાવે, તેમજ દરેક કવિતા સાથે છપાયેલા ફોટા તે યાદ રાખે અને જાણે ચોપડીમાંથી વાંચતો હોય તેમ આખી કવિતાના શબ્દેશબ્દ પર આંગળી ફેરવી ગોખેલું બોલી જાય.
તે જમાનામાં અમારે ઘરે આવતા મહેમાનો આ જોઈ ખૂબ અચરજ પામતા.
અલ્પમ
૨૩.૧૦.૨૦૨૦
બાળકો
૧. ચાલતા થાય તે પહેલા ઉભા ઉભા નૃત્ય જેવું ડોલે
૨. સ્પષ્ટ બોલતાં થાય તે પહેલા કાલીઘેલી ભાષામાં ગીતો ગાઈ
૩. શબ્દો લખતા શીખે તે પહેલા ચોક કલરથી રંગ ભરે
કળા અભિવ્યક્તિનું મૂળ સ્વરૂપ છે
જે પુખ્ત થતાં ભુલાય જાય છે.
અલ્પમ
૨૧.૧૦.૨૦૨૩
ગભરાવતા અને ગભરાતા દેહાઈઓ..૧
એટલે અમે જ હો.. અમારો પરિવાર એમાં નિપૂણ. આખા અનાવલાઓને તો નથી જ કહેતી. એ પ્રજાતિ તો કોઈનાથી ગભરાઈ એવી નથી, હા કદાચ અડફતે ચડી જાવ તો ગભરાવે ખરી.
અહીં ગભરાવતાની કેટેગરીમાં આવે અમારા ઘરના મોટા માણસો એટલે વડીલો જેવા કે મારા પપ્પા, કાકા, મોટાભાઈ અને સતિષભાઈ. અને બીજી કેટેગરી એટલે ગભરાતામાં આવે બાળકો, મુખ્યત્વે હું અને મારો ભાઈ, કોઈકવાર ઘરના બીજા બાળકો. અત્યારે તો મને અમારા ઘરના વડીલોની અમુક થિયરીઓ તો સમજાય જ નહીં કે બાળકોને નીડર બનાવવા હોય તો ઘરે ફફડાવો, બહારથી ગાળો બોલતાં ન શીખે એટલે ઘરેજ શીખવાડો. એ બિચારો પહેલીવાર જાતે બોલે તો એવો કકડાવીને તમાચો પડે કે આખી જિંદગીમાં ફરી ક્યારેય ન બોલે. પણ આ થિયરીઓ કારગત તો નીવડી. ઘરમાં ગભરાતા અમે બહાર તો વાઘની જેમ ફરતા થઈ ગયા.
મારી જિંદગીમાં તો હું ખૂબ નાની હતી ત્યારથી જ આ ગભરાઈ જવાની શરૂઆત થઈ ગઈ હતી. બાળક અલ્પમ જીદ કરે કે રાત પડે સૂઈ જવામાં હેરાન કરે તો મારા પપ્પા શાહુડી બોલાવતા. એટલે પેલું ખરું પ્રાણી નહીં પણ જાતે ઘરની બહાર જઈ, ઝાપતિયાનો દંડો કોમન દાદરાની લાકડાની રેલિંગ પર ફેરવતા અને પેલો કટ..કટ..કટ..કટ.. અવાજ આવે એટલે પોતેજ દોડીને ઘરની અંદર "શાહુડી આવી" "શાહુડી આવી" બુમો પાડી લપાઈને સુઈ જાય. આ જોઈ બીકની મારી હું પણ સુઈ જાઉં. હવે આજ કીમિયો તેઓ મારો ભાઈ દોઢેક વર્ષનો હશે ત્યારે તેના પર અજમાવવા ગયા. બે વર્ષ સિનિયર એવી હું જોઈ ગઈ કે આ શાહુડી બાહુડી કોઈ નથી, પપ્પા જ છે. પછી તો શું પપ્પા આરામ ખુરશીમાં બેસી વાંચવા લખવામાં તલ્લીન હોય ત્યારે આ બંદી પેલું ઝાપતિયું લઈને જાય અને શાહુડી બોલાવી એમને ખલેલ પહોંચાડે. ત્યારબાદ શાહુડી બોલાવવામાં અમે એકના બે થયા. જ્વલંત પર મારી સાથે જોડાયો.
જ્યારે અમે ગોપીપુરા રહેતા ત્યારે બે માળનું મકાન, રસોડું નીચે અને બીજે માળે સૂવાનું. એટલે જમી પરવારીને નીચે બધું બંધ કરી અમે બધા બીજે માળે જતા રહેતા. પણ દર બીજે દિવસે નીચેથી હેલુ લઈ આવ ને પેલું લઈ આવ ની રામાયણ હોય હોય ને હોયજ. નીચે જાય કોણ? આપણે જ, એટલે અલ્પમને જ બધું સોંપાય. હું ત્યારે ૧૦-૧૧ વર્ષની અને જ્વલંત તો પહેલેથી હમેશાં નાનોજ રહ્યો. એણે તો બચપણમાં બિકણનું લેબલ થોડે અંશે સ્વીકારી લીધેલું એટલે મને નીચે જવાની બીક લાગે એવું કહી દે, પપ્પા પણ નાનો છે કરી એનોજ પક્ષ લે. પણ હું તો એવી કે ગમે એટલો ઘભરાત થાય તોય "હું તો હિંમતવાન" એવુંજ કહું. એટલે ઘણાબધા આંટાફેરા હું મારતી.
એકવાર કોક ઘરે આવ્યું હશે અને કોણ ડરપોક ને કોણ હિંમતવાન ની વાતો ચાલી ત્યારે પપ્પાએ મારા વખાણ કર્યા કે અલ્પમ મારી હિંમતવાન, રાત્રે પણ એકલી નીચે આવે. હું તો એવી ભોળી કે મારા ભાંડા હુંજ ફોડું. એટલે મેં તો હોંશે હોંશે મારી હકીકત જણાવવા માંડી. બીજે માળે થી બન્ને દાદરા ઉતરવામાં કોઈ તકલીફ નહોતી કારણકે દાદરા પર ટુ વે સ્વીચ વાળા ઝીરોના બલ્બ, એટલે લાઈટ પાડતા પાડતા નીચે તો આવી જવાય. પરંતુ નીચેના રૂમમાં દાદરાની લાઈટનું અજવાળું ન પહોંચે. એટલે મને તો બીક લાગે. દાદરા પર જમીનથી ત્રીજા પગથિયે જે આડું લાકડું ટેકા માટે જડેલું છે, એ લાકડા પર પગ મૂકી ઉભી રહું. પછી જમણા હાથે દાદરનો ઉપરનો ભાગ પકડી આગળ ઝૂકીને ડાબો હાથ લાંબો કરી હું આગળના રૂમની લાઈટની સ્વીચ ઓન કરી શકું. માટે કાયમ હું આવી રીતે લાઈટ ઓન કરી પછીજ બાકીના ત્રણ પગથિયાં ઉતરું. આટલું સાંભળતા મારા હાજર જવાબી પપ્પા બોલ્યા, "અંધારામાં સ્વીચ પાડવા હાથ લાંબો કરે ત્યારે જ પેલો થપ્પ દઈને હાથ પકડી લેશે" એટલે તો એવો ફફડાટ થયો કે મારું દિલ ધડકન ચુકી ગયું, હોશકોશ ઉડી ગયા અને બે ત્રણ મહિના સુધી હું રાતે નીચે એકલી ઉતરી જ નહીં.
એક ગભરાવવાનો અને ગભરાવાનો બીજો દૌર હતો જે નાનપુરાના ઘરમાં ભજવાતો.
અલ્પમ
૨૦.૧૦.૨૦૨૦