Stories by Amit Patel on Medium
નાથાલાલ જોશી ( પૂ.ભાઈ ) — એક દૈવી માનવ
આ વ્યક્તિ વિષે કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. ઈ.સ. ૨૦૧૩ માં તેઓએ પોતાનો સ્થૂળ દેહ છોડેલ. આજે એમના જન્મને ૧૦૦ વર્ષ થયા છે ત્યારે આજે એમના વિશે માત્ર એક ઝલક અહીં લખું છું…
તેમના વિષે લખવું એટલે અનંત મહાસાગરને ખોબામાં લઈને વર્ણવવો. તેમના વિષે વિસ્તારપૂર્વક કોઈ અન્ય લેખમાં કે સિરીઝમાં લખીશ કે ખરેખર પૂ.ભાઈ એટલે કોણ ?? કોઈ કહે છે કે એ જ રામકૃષ્ણ પરમહંસ હતા, કોઈ કહે કે એ રામ અને કૃષ્ણનો જ અવતાર હતા…
આધ્યાત્મિકતાના ચરમ શિખર સમા આ ડીવાઈન વ્યક્તિ મૂળ જુનાગઢના વતની હતા. અને બાદમાં ગોંડલ આવીને સ્થાયી થયા. લોકો તેમને પૂ.ભાઈ નામથી સંબોધે છે. પૂ.ભાઈમાં ડિવાઈન મધરનું પ્રાગટ્ય થયેલું. એમની વાણી એ પરાવાણી હતી. એજ પરાવાણીના ધોધરૂપે તેમણે “અમૃતમ” નામના નવ ખંડના પુસ્તકમાં કાવ્યાત્મક રૂપે વિવિધ પ્રાર્થના અને પ્રેરણાઓ લખેલી છે. જે આધ્યાત્મિક રત્ન સમાન છે.
એક ઊંચા દરજ્જાનાં સાધકે મને કહેલ કે “આધ્યાત્મિક યાત્રાની ચરમસીમા અહી ગોંડલમાં પૂ.ભાઈ રૂપે છે “
ગોંડલમાં પોતાના નિવાસસ્થાન “શ્રુતિ” માં રહીને તેઓએ અનેક આધ્યાત્મિક ખોજવાળા ( Spiritual Seeker )લોકોને ઊર્ધ્વગામી બનાવ્યા છે.
જેમ બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ અને ચૈતન્ય મહાપ્રભુ થયા એવા જ ગોંડલમાં પૂ. ભાઈ ( નાથાલાલ જોશી ) થયા એમ કહું તો કોઈ જ અતિશયોક્તિ નહિ થાય.
પૂ.ભાઈને તેમના જીવનકાળમાં અનેક વિદ્વાનો, સાહિત્યકારો, કવિઓ, ડોકટરો, બુદ્ધિજીવીઓ, સાધકો મળેલા અને બધા તેમનાથી ખુબ પ્રભાવિત થયેલા. અને અધ્યાત્મિક સફર પર આગળ વધેલા. પણ પૂ.ભાઈની એક શરત હતી કે “મારા જીવતા જીવ, મારા વિષે કોઈએ કઈ લખવું નહિ, મારા વિષે કોઈ પ્રચાર કરવો નહિ, જેને ખરેખર આધ્યાત્મની ઝંખના હશે તે અહી આવી જ ચડશે”. જેમ ફૂલ ઉગે એટલે ભમરા આવી પડે એમ આધ્યાત્મના ખોજનારા ભાઈ સુધી પહોંચી જતા….
આથી ૨૦૧૩ સુધી, તેમના જીવતા જીવ કોઈ જગ્યાએ તેનો પ્રચાર પ્રસાર જોવા નહિ મળે. તેઓ હમેશા પ્રચાર પ્રસાર પદ પ્રતિષ્ઠાથી દૂર જ રહ્યા છે. તેઓએ કદી મોટા સમૂહને જાહેરમાં સંબોધન પણ નથી કર્યું…
તેમની વાત એટલી સરળ હતી કે કોઈને લાગે જ નહિ કે આધ્યાત્મિકતા આટલી હળવીફૂલ હોઈ શકે.
પૂ. ભાઈ અને કવિ મકરંદ દવે
કવિ મકરંદ દવે કેવી રીતે ગોંડલ આવ્યા ? અને ભાઈની સાચી ઓળખ કેવી રીતે થઇ ? તેમની અનેક પરીક્ષા કરીને પૂ. ભાઈનો ડીવીનીટી તરીકે કેવી રીતે સ્વીકાર્યા તે અદભૂત વાત છે…એ ઘટના દ્વારા આધ્યાત્મિક ખોજ કરનાર લોકોને પૂ.ભાઈ વિષેની એક ઝલક મળી શકે એ માટે એ પ્રસંગ અહી પ્રસ્તુત કરું છું.
૧૯૫૦ ની આસપાસની વાત છે. મકરંદ દવે રાજકોટમાં નવા શરુ થયેલ “જયહિન્દ” વર્તમાનપત્રમાં કામ કરતા હતા. બાબુભાઈ શાહે આ “જયહિન્દ” વર્તમાનપત્ર શરુ કરેલ. બાબુભાઈ શાહે, જયહિન્દ નાં તંત્રી તરીકે બાબુભાઈ વૈદ્યની નિમણૂક કરેલ. આ બાબુભાઈ વૈદ્ય એટલે મકરંદ દવેનાં બનેવી. આથી મકરંદ દવેને તેઓએ ઉપ-તંત્રી બનાવીને ઘણી જવાબદારીઓ સોંપેલ.
હરિબોલ નો વિસ્ફોટ
આ જ અરસામાં વિચિત્ર ઘટના બની. રાત્રે બે-ત્રણ વાગ્યે છાપકામ પૂરું કરીને મકરંદ ભાઈ ઘેર આવ્યા. અને સુતા ત્યાં જ તેની નાભી માંથી નાદ ઉઠ્યો “હરિ બોલ, હરિ બોલ”. જાણે મનમાં કોઈ ધૂન ચડી હોય એવું લાગતું હતું. અવાજને દાબી દેવા નાભી નીચે ઓશીકું મુક્યું પણ અવાજ દબાયો નહિ. તેઓ કઈ સમજી શક્યા નહિ કે આ શું થાય છે ? જાણે નર્વસ બ્રેક ડાઉન થઇ ગયા હોય એમ લાગવા લાગ્યું…આવું ત્રણ દિવસ ચાલ્યું…એક દિવસ આજ નાદે કહ્યું કે “ગોંડલ જા”
મકરંદ દવે મૂંઝાઈ ગયા. તેણે મનોમન કહ્યું કે “ઉપ-તંત્રી તરીકેની આટલી જવાબદારી અને કામ છોડીને ગોંડલ કેવી રીતે જવું ? આ તો તંત્રી સાથે દ્રોહ કેવાય. બાબુભાઈએ મારા પર મદાર રાખીને આ વર્તમાનપત્ર કાઢ્યું છે તેને દગો નહિ દઉં”
ત્યાં એક દિવસ એવું થયું કે બાબુભાઈ વૈદ્યએ લખેલા એક તંત્રી લેખ બાબતે તેના માલિક બાબુભાઈ શાહને મતભેદ થયો અને અંતે તેણે બાબુભાઈ વૈદ્યને જયહિન્દ માંથી છૂટા કર્યા. માલિકે તંત્રીને આ રીતે છૂટા કરીને અન્યાય કર્યો છેએવું લાગતા, તેના વિરોધમાં તંત્રી મંડળ સ્ટાફે પણ રાજીનામાં આપી દીધા. આમ મકરંદ ભાઈની નોકરી છૂટી ગઈ અને જવાબદારી પણ. હવે ગોંડલ જવાનો માર્ગ સાફ થઈગયો હતો. આ રીતે આ ઘટના તેમના માટે ગોંડલ જવા નિમિત્ત બની.
હવે રાજકોટમાં કોઈ કામ ન હોવાથી તેઓ ગોંડલ પોતાના ઘરે ગયા. પણ હવે તો “હરિ બોલ” નો નાદ સર્વોપરી થઇ રહ્યો હતો. મકરંદ દવે બુદ્ધિવાદી અને તર્કનિષ્ઠ માણસ હતા આથી તે આ અવાજને પોતાની માનસિક ભ્રમણા જ સમજતા હતા…મકરંદ દવેની હાલત દિવસે દિવસે અસહ્ય થવા લાગી હતી. જેમ ચૈતન્મ મહાપ્રભુ “કૃષ્ણ, કૃષ્ણ” કરીને ઝૂરતા એવું જ કૈક થવા લાગ્યું. કૃષ્ણ કૃષ્ણ કહીને ભીંતમાં માથા પછાડે, છો પર માથું ઘસે, કઈ ખાવુ-પીવું ના ભાવે, ના કોઈ કામ ગમે, આંખોમાંથી અવિરત આંસુ વહ્યા કરે અને અચાનક નાચવા માંડે. બસ “હરિ બોલ, હરિ બોલ કે કૃષ્ણ કૃષ્ણ” ચાલે. આવી વિરહની આધ્યાત્મિક ઉન્માદ અવસ્થા….
આ જોઈને ઘરના બધા પણ ખુબ ચિંતિત રહેતા.
મકરંદભાઈને થયું કે પોતાને આ જે કઈ થાય છે તે વિષે જુનાગઢ –ગીરનાર જઈને કોઈ સિદ્ધયોગીને જઈને મળીને તેને આ વિષે પૂછું તો તે કૈક સમજાવી શકશે. આમ તેઓએ જુનાગઢ જવાની તૈયારી શરુ કરવા માંડી.
બીજા જ દિવસે મકરંદ ભાઈનાં મિત્ર ગુણવંતભાઈ ઠાકર તેમને મળવા આવ્યા અને મકરંદભાઈને કહ્યું “તમારી આ સ્થિતિનું નિરાકરણ લાવી શકે એ માટે તારે જુનાગઢ જવાની જરૂર નથી. જુનાગઢની જ એક આધ્યાત્મિક વ્યક્તિ અહી ગોંડલ આવી છે. મકરંદ ભાઈ એકદમ જ ચમકી ઉઠ્યા..
મકરંદભાઈએ પૂછ્યું એ વળી કોણ ? ત્યારે ગુણવંતભાઈએ કહ્યું “નાથાલાલ જોશી”
આ વખતે પૂ.ભાઈ (“નાથાલાલ જોશી”) ગોંડલમાં વેરી દરવાજા પાસે લાલાપારેખની શેરીમાં રહેતા હતા. ગુણવંતભાઈ, મકરંદભાઈને લઈને પૂ.ભાઈ ના ઘરે જવાના રવાના થયા. પૂ.ભાઈએ મકરંદ દવે આવવાના છે તેની જાણે પોતાને પહેલેથી જ જાણ હોય તેમ, મેડી પર બેઠેલા પૂ.ભાઈએ એકદમ કાઠિયાવાડી લહેકામાં કોઈને કહ્યું કે “નીચે જા, ડેલી ઉઘાડ, ડેલીએ આપણુ ઘરાક આવ્યું છે”
ગુણવંતભાઈએ પૂ.ભાઈને મકરંદભાઈનો પરિચય આપ્યો. પછી મકરંદ ભાઈએ કહ્યું કે “મને એક પ્રશ્ન બહુ મૂંઝવે છે, તમે એનું નિરાકરણ કરી શકો ? હું એ માટે જ આપની પાસે આવ્યો છું ”
પૂ.ભાઈએ કહ્યું આજે તો ઘણા લોકો છે. એક કામ કરો, આવતીકાલે સવારે નવ વાગ્યે તમે એકલા આવજો.
બીજા દિવસે નવ વાગ્યે મકરંદભાઈ પૂ.ભાઈને મળવા પહોંચી ગયા. પૂ.ભાઈ તેમને મેડી પર ઉપરના રૂમમાં લઇ ગયા અને સાંકળ બંધ કરી દીધી. હજુ મકરંદભાઈ વાત કહેવા જતા હતા ત્યાં જ પૂ.ભાઈએ તેમને રોક્યા અને કહ્યું “તમે કશું નાં બોલતા, હું કહું એ સાંભળો. તમને હરિબોલનો જે નાદ સંભળાય છે તે તમારી માનસિક ભ્રમણા કે કલ્પના નથી. તમારા પર ઈશ્વરનો અનુગ્રહ થયો છે. તમે તેનો સ્વીકાર કરો. તમારા જીવનની દિશા બદલાઈ છે”
પછી તો પૂ.ભાઈએ “હરિબોલ” નાં વિસ્ફોટથી માંડીને અત્યાર સુધી મકરંદ ભાઈ સાથે શું શું બન્યું છે બધું જ કહી દીધું. આ બધું સાંભળીને મકરંદભાઈ તો ચકિત થઇ ગયા. જે વાત, જે અનુભૂતિ માત્ર પોતાને જ થતી હતી તે આ માણસ કેવી રીતે જાણે ??? ( સ્વામી વિવેકાનંદ જ્યારે દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણ પરમહંસને પ્રથમવાર મળ્યા હતા અને રામકૃષ્ણ વિવેકાનંદનો હાથ પકડીને બાજુની ઓસરીમાં લઇ ગયા હતા અને જાણે પહેલેથી જ તેને ઓળખાતા હોય તે રીતે વાતો કરી હતી, તેવું જ કૈક અહી છે )
પૂ,ભાઈએ મકરંદદવેને કહ્યું કે “તમે આધ્યાત્મિક જીવનનો સ્વીકાર કરો અને બધું ભગવાનને સોંપી દો”
આ ઘટના પછી મકરંદભાઈ પૂ.ભાઈ પાસે રેગ્યુલર આવવા મળ્યા. પણ પોતે તર્કવાદી માણસ હતા. આથી તેઓએ પૂ.ભાઈની એનેક રીતે કસોટી કરેલી ( જેમ કૃષ્ણપરમહંસની કસોટી સ્વામી વિવેકાનંદે કરેલી તેમ જ ) પણ અંતે પૂ.ભાઈની વિનમ્રતા, આધ્યાત્મિક ઉચ્ચ અવસ્થા, સરળતા, નીરભીમાનીતા અને અનુભૂતિનું ઊંડાણ જોઇને તેમણે પૂ.ભાઈની ડીવીનીટીનો સ્વીકાર કર્યો.
આ પછીતો મકરંદ દવેને પૂ.ભાઈનાં સાનિધ્યમાં અનેક રહસ્યમય આધ્યાત્મિક અનુભવો થયા છે. પણ મોટાભાગના અનુભવો તેમણે ગુપ્ત રાખેલ છે. કદાચ પોતાની પર્સનલ ડાયરીમાં તેણે બધા પ્રસંગો લખી રાખ્યા છે. એક બે જગ્યાએ બુકમાં તેમણે કેટલાક રહસ્યમયી પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “તર્કવાદી, માત્ર બુદ્ધિથી દુનિયાને જોનારા માણસને મારી વાતથી કદાચ ઠેસ પહોંચે પણ જે થયું છે તે હકીકત છે”
આમતો પૂ.ભાઈની સ્પષ્ટ સુચના હતી કે પોતાના વિષે કઈ લેખ કે પુસ્તક લખવું નહિ આમ છતાં મકરંદદવે એ અન્ય ગુપ્ત નામ સાથે “યોગી હરનાથનાં સાનિધ્યમાં” એવું એક પુસ્તક લખેલું. આ પુસ્તક વાંચીને અનેક સાધકો યોગી હરનાથને શોધતા શોધતા પૂ.ભાઈ સુધી પહોંચેલા….
શક્તિપાત
મકરંદદવે એ શક્તિપાત વિષે મિત્રોને પોતાના મોઢે વાત કહેલી..
તેમણે કહ્યું કે “ એક વાર મેં પૂ.ભાઈને કહ્યું કે હું શક્તિપાતમાં માનતો નથી. એ તો વ્યક્તિએ પોતાને પ્રગટ કરવી જોઈએ”
પૂ.ભાઈ એ કહ્યું “ એવી શક્તિ છે. એ શક્ય છે. ભગવત-શક્તિ દ્વારા એ ઉત્પન્ન થઇ શકે”
મેં નાં પાડી કે આવું નાં થઇ શકે. ત્યાર બાદ પૂ.ભાઈ ઉઠીને મારી પાસે આવ્યા. મારા માથા પર હાથ મુક્યો. મેં એની આંખમાં ચમકારો જોયો. હું જ્યારે ઘરે આવ્યો તો રહસ્યમય અનુભવ થયો. મારી સ્થિતિ જ ફરી ગઈ. સમુદ્ર જેવો ઘૂઘવતો અવાજ મને સંભળાવા લાગ્યો. જાણે મારા પર પ્રકાશનો દરિયો ફરી વળ્યો ને હું તેમાં ડૂબી ગયો. નક્કર જગત સાવ લોપ થઇ ગયું. બધે જ ઈશ્વર જ દેખાય. ખાવા બેસું તો કોળીયો મોઢા માં જ રહી જાય. બજારે નીકળું ને વાહન આવતું હોય તો પણ હું ખાસું નહિ. જાણે સામે ભગવાન જ આવી રહ્યા છે. કઈ કામકાજ થાય નહિ. સમગ્ર જીવનવ્યવહાર ખોરવાઈ ગયો. મને આ શું થઇ ગયું તે ખબર જ નાં પડી…
હું પાછો નાથાભાઈ પાસે ગયો. કહ્યું કે “તમે મને આ શું કર્યું ? જે હોય તે પાછું લઇ લો”
નાથાભાઈએ પોતાના પત્ની રમાબેનને બૂમ પાડી કે “રસોડામાં કઈ ખાવાનું હોય તો લાવજો” અને નાથાભાઈએ મને દહીં અને પૂરી ખવડાવ્યા. અને પછી બધું શમી ગયું…
આ પછી તો બંને વચ્ચે માત્ર ગુરુ-શિષ્ય જેવા જ સબંધ નહિ પણ આધ્યાત્મિક બંધુ જેવા સબંધો જળવાઈ રહેલા…( સ્વામી વિવેકાનંદને પણ રામકૃષ્ણ દ્વારા આવો જ એક અનુભવ થયેલ )
( આ તો માત્ર એક વ્યક્તિની વાત થઇ, આવી તો અસંખ્ય વાતો છે. મનુભાઈ ત્રિવેદી “સરોદ”, ભાણદેવ, કમલ વોરા, તથા અન્ય કેટલાય લોકોએ પૂ.ભાઈ સાથેની પોતાની આધ્યાત્મિક અનુભૂતિઓનાં પુસ્તકો લખેલા છે અને એથી વધુ લોકોએ કંઈ લખ્યું નથી પણ પોતાની સઘન અનુભૂતિ છે )
નોંધ: આ લેખ whatsapp થકી મળેલ છે પણ લેખક વિષે કોઈ માહિતી નથી.
નાથાલાલ જોશી ( પૂ.ભાઈ ) — એક દૈવી માનવ was originally published in ધરતીની સોડમ on Medium, where people are continuing the conversation by highlighting and responding to this story.
આજે સવારમાં દાઢી વધી ગયેલી, થોડા અસ્તવ્યસ્ત વાળ અને પ્રથમ દ્રષ્ટિએ માનસિકરીતે વિક્ષિપ્ત હોય એવી એક વ્યક્તિ મારા ઘર પાસેથી પસાર થઈ. મેં સહજભાવ થી જોયું, ધ્યાન ન આપ્યું.
આ વ્યક્તિ બીજી વખત નિકળી તો પૂછ્યું, “ક્યાં જવું છે?”
“દુકાન ગોતુ છું.”
“કેમ?”
“ચા પીવી છે અને શિરાવવું છે.”
“દુકાનો તો બંધ છે અને હજુ બંધ જ રહેશે.”
“કેમ?”
“એક મોટો રોગ આવ્યો છે અને માણસો મરી જાય છે.”
“હા..હા..એક દાદા મરી ગયા છે, એટલે દુકાનો બંધ છે?”
આ વ્યક્તિનું ગામ વીરવા, મોરબી રાજકોટ હાઈ-વે ઉપર 12 વિઘા જમીન-વાવવા આપી દે છે. એમના બા સાથે એમના બેનને ત્યાં કોઇક ગામે આવ્યા છે.
“વાહન વ્યવહાર બંધ છે છતાં ગઢડા કેમ પહોંચ્યા?” તેનો જવાબ નથી. ગઈ કાલે રાત્રે દરવાજા પાસે સુતા હતા. ગઢડામાં દરવાજા તો ઘણા છે. આ માહિતી મેં તેની પાસેથી કટકે કટકે વાત વાતમાં જાણી છે.
પહેલાં તો ચા, ભાખરી અને ચવાણાની વ્યવસ્થા કરી. અને હવે જે ઘટના બને છે તેનાથી શબ્દો નિકળી પડે છે વાહ કનકસિંહ વાહ... હૃદય ભાવથી ભરાઈ જાય છે. ઘટના સાવ નાની છે પણ સમજાય તો બહુ મોટી છે.
જમવાની વ્યવસ્થા કરી પાણી લઈને આવ્યો તો ચવાણું આજુબાજુ વેરેલું હતું અને ભાખરીનો ભૂકો કરી પોતે બેઠા હતા ત્યાં વેરતા હતા. પ્રથમ દ્રષ્ટિએ આ હરકત માનસિક વિક્ષિપ્ત વ્યક્તિની લાગે, કુતુહલ ખાતર પૂછ્યું, “આ શું કરો છો?”
જવાબ મળ્યો, “કિડીયારું પૂરું છું, પુણ્ય થાય ને!”
થોડીવાર પછી એક ગાય નિકળી. અડધી ભાખરી તેના મોઢામાં પોતાના હાથથી જ આપી.
મેં કહ્યું, “તમે ભુખ્યા હશો, ગાયને તો કોઇક ખવરાવશે.”
પાછો એજ જવાબ, “ગાયને ખવરાવું જોઇએ ને? પુણ્ય થાય.”
વાહ કનકસિંહ વાહ. લોહીના ગુણ કહેવાય તે આજ ને? પ્રથમ દ્રષ્ટિએ માનસિક વિક્ષિપ્ત લાગે પણ કિડીયારું પુરવા અને ગાયને ખવરાવવનો જ્ઞાતિધર્મ, કુટુંબધર્મ નથી છોડ્યો.
આ વાત તમારી આગળ રજૂ કરવાનો હેતું એક જ છે, દરેક વ્યક્તિ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરીએ, બાહ્ય દેખાવ જોઇ વહેવાર ન કરીએ. તેનામાં આપણા કરતાં વધારે સદ્ગુગુણો હોઇ શકે. તેમજ તેના કુટુંબીજનોને ભાળ મળે.
— લક્ષ્મણ માંડાણી(ગઢડા — સ્વામીના)
વાહ... કનકસિંહ.... વાહ....... was originally published in ધરતીની સોડમ on Medium, where people are continuing the conversation by highlighting and responding to this story.
અંગ્રેજીએ સંવેદનાઓને હાંસિયામાં ધકેલી દીધી છે
એક સરકારી નિર્ણયે એક પરીક્ષામાં અંગ્રેજી ભાષાને હાંસિયામાં ધકેલી દીધી છે, પરંતુ સમાજમાં અંગ્રેજીએ તમામ ભારતીય ભાષાઓને કચરા ટોપલીમાં પહેલાથી જ ફેંકી દીધી છે. આજે હું એમ કહું છું કે દાંત બત્રીસ હોય છે તો મારા પૌત્રો પુછે છે, “વોટ્સ બત્રીસ”, ત્યારે મારે તેમને “થર્ટી ટૂ” કહીને સમજાવવું પડે છે.
હકીકતમાં, આ મુદ્દો માત્ર ભાષાનો નથી, પરંતુ જીવનશૈલી દ્વારા વિકસિત વિચાર પ્રક્રિયાનો છે, કેમ કે ભાષાઓમાં લોકપ્રિયતાનો આધાર તેની નોકરી અપાવવાની ક્ષમતા પર આધાર રાખે છે. રાજભાષા જ્યારે ફારસી અને અંગ્રેજી હતી ત્યારે આપણાં યુવાનોએ ફારસી અને અંગ્રેજી શીખી હતી. કેટલાક લોકપ્રિય નિર્ણય અત્યંત અવ્યવહારિક હોય છે, જેમ કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ જાહેર કરવામાં આવી, પરંતુ ત્યાં પંજાબી, સિંધી અને પશ્તો જ વધુ બોલવામાં આવે છે. અંદાજે બે દાયકા પહેલાં જ ભારતમાં અંગ્રેજીનો પ્રચાર-પ્રસાર કરતી લંડનની સંસ્થાએ નિર્ણય લીધો કે અંગ્રેજીના પ્રચાર-પ્રસાર કરતાં વધુ જીવનશૈલીમાં અંગ્રેજીપણું દાખલ કરી દેવાનું છે અને આ કામમાં બજાર અને જાહેરાત શક્તિઓ નિર્ણાયક છે. તેણે નારો ઉછાળ્યો “દિલ માંગે મોર”, જેની લોકપ્રિયતા અને અસરકારક્તા જોઈને ફિલ્મમાં ગીત બન્યું, “પપ્પુ કાંટ ડાન્સ સાલા”. છેલ્લા બે દાયકાના ગીતો અને ફિલ્મના ડાયલોગમાં અંગ્રેજીની અસર વધુ છે, જ્યારે આઝાદી બાદના વરસોમાં જ ગીત આવ્યું હતું, “આના મેરી જાન, સંડે કે સંડે”, પરંતુ એ સમયે [ફિલ્મના ગીત અને ટાઈટલમાં અંગ્રેજીનો જ્વલ્લે જ ઉપયોગ થતો હતો, આજે તો આખા કૂવામાં જ ભાંગ પડી છે.
ભારતમાં અંદાજે અખબારોની અઢાર કરોડ નકલો વેચાય છે, જેમાં સૌથી ઓછી સંખ્યા અંગ્રેજીમાં પ્રકાશિત થતા અખબારોની છે, પરંતુ ભવ્ય કોર્પોરેટ કંપનીઓ અંગ્રેજીમાં મોંઘા ભાવે જાહેરાત આપે છે અને ગામડાં તથા અંતરિયાળ વિસ્તારોમાં પહોંચતા ભારતીય ભાષાઓના અખબારોને ઓછા દરે જાહેરાત આપે છે. આ જ રીતે કર્મચારીઓ અને પત્રકારોના પેગારધોરણમાં પણ મોટું અંતર છે. ભારતીય સિનેમાના મોટાભાગના દર્શકો સુધી ભારતીય ભાષાના અખબારો પહોંચે છે, તેમ છતાં અંગ્રેજી અખબારોના જાહેરાતના દર વધુ છે. વાત આગળ ત્યાં સુધી પહોંચે છે કે, કલાકારો પણ અંગ્રેજી ભાષાના અખબારોને ઇન્ટરવ્યુ પહેલા આપે છે અને ભારતીય ભાષાઓના પત્રકારોને હીન દષ્ટિએ જોવામાં આવે છે. કારમાં જતા સમયે તમે જોઈ શકો છો કે ૫૦૦ કે ૭૦૦ ની વસતીવાળા ગામમાં પણ એક અંગ્રેજી મિડિયમની સ્કૂલનું બોર્ડ જોવા મળે છે. ફિલ્મ તથા ટીવીમાં બધી જ પટકથાઓ અંગ્રેજીમાં લખવામાં આવે છે અને ડાયલોગ એ રોમન અંગ્રેજીમાં લખાય છે. જો અભિનેતાનું ઉચ્ચારણ સાચું ન હોય તો એ ખોટું જ વાંચવાનો છે. એ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી કે મહાન દિલીપ કુમાર પોતાની ભૂમિકાની તૈયારી માટે બધા જ સંવાદ હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં બોલીને રિયાઝ કરતા હતા. આજે ધાર્મિક કથાઓ પર બનતી ધારાવાહિકોમાં વિચિત્ર ભાષા, વિચિત્ર ઉચ્ચારણ સાથે બોલવામાં આવે છે. આ પ્રકરણનું એક મહત્ત્વનું પાસું એ છે ઊચ્ચ પદો પર તમામ પરીક્ષાઓમાં અંગ્રેજી અને વિજ્ઞાન સાથે જોડાયેલા પ્રશ્નો વધુ હોય છે અને બજાર તથા જાહેરાત શાસિત યુગમાં એ જ નક્કી કરે છે કે ઉચ્ચ પદ પર કોણ બેસે, કેમ કે શુદ્ધ ભારતીયતાથી બનેલું મન તેમના ષડયંત્રને નિષ્ફળ કરી દેશે. આર્થિક અંતરમાં વિવિધતા ક્યાં-ક્યાં નથી ફેલાઈ. આ પરીક્ષાઓમાં પાસ થયેલો ભૂરો સાહેબ પોતાના વિશાળ બગીચાના ફૂંડામાં ચાર દાણા નાખીને જૂએ છે કે કેટલો પાક ઉતર્યો છે અને તેના આધારે પોતાના વિસ્તારની પેદાશના આંકડા ઉપર મોકલે છે. લગભગ બધા જ આંકડા આવી રીતે રચવામાં આવે છે.
અમદાવાદથી પાંત્રીસ કિમી દૂર સાદરા ગામમાં ગાંધીજી દ્વારા ૧૯૨૦માં સ્થાપવામાં આવેલી એક શિક્ષણ સંસ્થામાં તમામ સગવડો છે, પરંતુ અભ્યાસક્રમમાં સાહિત્ય, ઇતિહાસ, સમાજશાસ્ત્રને મહત્ત્વ આપવાને કારણે મફતના ભાવે મળી રહેલું શિક્ષણ મેળવવા માટે પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આવતા નથી. આખો સમાજ સફળતાના આગ્રહમાં એટલો બંધાયેલો છે કે જીવન મૂલ્યોની કોઈને ચિંતા નથી અને જીવનમૂલ્યના અભાવે જન્મેલા ભ્રષ્ટાચાર પર છાતી ફૂટવામાં આવે છે. હકીકતમાં તમામ સંરચના અત્યંત ચતુરાઈથી રચવામાં આવી છે અને તેઓ કોઈ વિરોધ અસરકારક નથી હોતો.
અંગ્રેજીને હાંસિયામાં ધકેલવી એ આંદોલનનો એકમાત્ર ઉદ્દેશ્ય ન હતો. હકીકતમાં, આ સમગ્ર રમતે જીવનમાં સંવેદનાઓને જ હાંસિયામાં ધકેલી દીધી છે અને કોઈને આ બાબતની ચિંતા નથી. આપણે આટલી હદે ગાફેલ થઈ શકીએ છીએ, જેની કોઈ મર્યાદા નથી.
પરદે કે પીછે — જયપ્રકાશ ચૌકસે, દિવ્ય ભાસ્કર(૭ /૮ /૨૦૧૪)
અંગ્રેજીએ સૂંવેદ્નાઓ હાંસિયામાં ધકેલી દીધી છે was originally published in ધરતીની સોડમ on Medium, where people are continuing the conversation by highlighting and responding to this story.
Image Source: https://www.hindustantimes.com
હમણાં કેટલાક દિવસોથી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાં શાળાઓ ફી વધારો કરે છે તેની સામે સરકાર અને વાલીઓ નારાજ છે. કેટલીક જગ્યાએ નાના-મોટા આંદોલનો પણ થયા છે. આ બધી બાબતોની નોંધ વિવિધ મીડિયામાં પણ લેવાઈ છે. જેમાં સંદેશ સમાચારપત્ર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે જે અભિનંદનને પાત્ર છે. આ બાબતના અનુસંધાનમાં જ ટી.વી.ની એક ચેનલ પર ઈન્ટરવ્યૂ આપવા જવાનું થયેલું. આ ઈન્ટરવ્યૂ દરમિયાન જ ટી.વી.ના એન્કર દ્વારા વાલીઓના પ્રતિભાવ લાઈવ મેળવવામાં આવેલા. જેમાં વાલીઓને એક પ્રશ્ન પૂછેલો કે, તમે તમારા બાળકને સી.બી.એસ.ઈ. શાળામાં જ અભ્યાસ માટે શા માટે મૂક્યો છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે એક પણ વાલીનો જવાબ તર્ક ભરેલો નહોતો. જવાબ એવા હતા કે, પરીક્ષામાં અભ્યાસ કરવા મોકલવા માટે, અંગ્રેજી માધ્યમને કારણે વગેરે. આવા તર્કહીન જવાબ સાંભળ્યા પછી લાગ્યું કે, વાલીઓ સી.બી.એસ.ઈ. શાળા વિશે જાણ્યા વગર જ દેખાદેખીમાં જ પોતાના બાળકને આવી શાળામાં મૂકે છે. તો આવા વાલીઓને આ લેખ સર્મિપત.
સી.બી.એસ.ઈ. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના બે વાલીને સી.બી.એસ.ઈ.નું પૂરું નામ પૂછયું. બંનેમાંથી એક પણ વાલીનો જવાબ સાચો નહોતો ! જે વાલી બોર્ડનું પૂરું નામ નથી જાણતા તે વાલી તે બોર્ડના હેતુઓ અને કાર્યો તો ક્યાંથી જાણતો જ હશે ! સી.બી.એસ.ઈ.નું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. અહીં માત્ર માધ્યમિકની વાત છે, પ્રાથમિક શાળાની વાત નથી. હમણાં જ અમદાવાદ, સુરત અને રાજકોટમાં એવી ફરિયાદો સાંભળવા મળેલી કે, અમારા બાળકો ફલાણી શાળામાં પ્રાયમરીમાં અભ્યાસ કરે છે. અમને સંચાલકોએ કહ્યું હતું કે, અમારી પાસે સી.બી.એસ.ઈ.ની માન્યતા છે માટે અમે અમારાં બાળકોને જે તે શાળામાં પ્રવેશ અપાવેલો. પછી ખબર પડી કે આ શાળા પાસે પ્રાથમિકની સી.બી.એસ.ઈ.ની માન્યતા જ નથી. ત્યારે આવા વાલી નોંધ લે કે, સી.બી.એસ.ઈ. પ્રાથમિક શાળાને માન્યતા આપતું જ નથી. તેનું કાર્યક્ષેત્ર માત્ર ને માત્ર હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી પૂરતું જ છે. સી.બી.એસ.ઈ. કોઈ પણ શાળાના પ્રાથમિક વિભાગને મંજૂરી આપી ના શકે. તેની સત્તા પણ નથી. તમે આ પણ જાણતા નથી પછી સંચાલકો પાસે પ્રાથમિક વિભાગની સી.બી.એસ.ઈ.ની માન્યતા માગો તો તે ક્યાંથી બતાવશે ? હા, સંચાલકે તમને એવું કહ્યું હોય તો તે ખોટું બોલ્યા છે, પણ સંચાલક તો ગમે તે કહે તમને તો ખબર હોવી જોઈએ ને ? ફરી નોંધ લો કે, સી.બી.એસ.ઈ. માત્ર ધો. ૯થી ૧૨ની જ માન્યતા આપે છે. એક મોબાઈલ ખરીદવા માટે નીકળતો વાલી દસ મિત્રોની સલાહ લે છે અને દસ દુકાને ફરીને પચાસ પ્રશ્નો કરીને પછી મોબાઈલ ખરીદે છે અને આ વાલી પોતાના બાળકને ગમે તે સ્કૂલમાં મૂકે છે અને પછી વાંક અન્યનો કાઢે છે. છેતરવા માટે તમે જ પહેલ કરી હતી, જેથી છેતરનાર તો મળી જ રહેશે.
મને એ નથી સમજાતું કે, ગુજરાત બોર્ડની શાળાઓ કરતાં સી.બી.એસ.ઈ.ની શાળામાં એવો તે કયો ફાયદો છે ? હા… નેશનલ લેવલે પ્રવેશ માટે યોજાતી પરીક્ષાઓમાં સી.બી.એસ.ઈ.ના અભ્યાસક્રમને પ્રાધાન્ય મળે છે. જેમ કે મેડિકલ કે આઈ.આઈ.ટી. વગેરે, પણ એની બેઠકો કેટલી ? ગુજરાતમાં મેડિકલની બેઠકો અત્યારે લગભગ ૪,૫૦૦ આસપાસ છે, જે છ હજાર સુધી થશે તેવી વાત છે. આઈ.આઈ.ટી.ની વાત કરીએ તો ગુજરાતમાંથી માત્ર પચાસ-સો જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હશે. તો આટલા માટે પોતાના બાળકને સી.બી.એસ.ઈ.ની શાળામાં પ્રવેશ લેવડાવવો તે ગાંડપણ નથી લાગતું ? શું ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ મેડિકલ કે ઔઆઈ.આઈ.ટી.માં નથી જતાં અને ધારો કે સી.બી.એસ.ઈ.ની શાળાના વિદ્યાર્થીને તે ફાયદો થતો હોય તો કેટલા વિદ્યાર્થીઓને ? જે હોશિયાર છે તે ગમે તે બોર્ડમાં હશે, તે વિદ્યાર્થી ઈચ્છે ત્યાં પ્રવેશ મેળવવાનો છે અને જે નબળો છે તે ગમે તે બોર્ડમાં હશે. તેને મેરિટમાં પ્રવેશ નથી મળવાનો. વાત રહી બોર્ડર પર આવતા વિદ્યાર્થીઓની. આવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ? શું વાલી આવી બાબતો વિચારે છે ? અને હા, વાત રહી જેઈઈ પરીક્ષા અને એન્જિનિયરિંગની. તો એમાં તો કોલેજોની સંખ્યા એટલી બધી છે કે આ કોલેજોને તો પૂરતા વિદ્યાર્થી મળતાં નથી. જેથી જેને એન્જિનિયરિંગમાં જવું છે તેને તો ગમે તે કોલેજમાં પ્રવેશ સામા પગલે મળી જવાનો છે. તે માટે કયા બોર્ડમાં ભણ્યા છો તે અગત્યનું નથી.
સી.બી.એસ.ઈ.ની શાળા એવા વાલી માટે વધુ ફાયદાકારક છે કે, જે વાલી નોકરી કે ધંધાને કારણે એક રાજ્યમાંથી જાય ત્યારે તેના બાળકને સમાન પ્રકારનો અભ્યાસક્રમ ભણવા મળે. તેને કોઈ મુશ્કેલી ન પડે. જેના ઘરમાં અંગ્રેજીનું વાતાવરણ છે અને જેનું બાળક ખરેખર ખૂબ જ હોશિયાર છે અને જેમણે ભારતને ધ્યાનમાં રાખી અભ્યાસ કરાવવો છે તેમના માટે સી.બી.એસ.ઈ. બરાબર છે. બાકી દેખાદેખી કે પડોશીના કે સગાંના બાળક કરતાં પોતાનું બાળક કે પોતે વધુ ઊંચા છે તે બતાવવા માટે સી.બી.એસ.ઈ.ની શાળામાં બાળકને પ્રવેશ ના લેવડાવશો.
સી.બી.એસ.ઈ.ની શાળાઓ મોટા ભાગે મોટા ટ્રસ્ટ દ્વારા ચાલે છે. જેથી તેમને તેમના બિલ્ડિંગ મોટા, સુવિધાયુક્ત અને આકર્ષક હોય છે. જેઓ ફી પણ એટલી જ ઊંચી પણ લેતા હોય છે. તો વાલીએ એક ભ્રમણામાંથી બહાર નીકળી જવું જોઈએ કે ઊંચી ફી એટલે સારું શિક્ષણ. આ માન્યતા ભૂલ ભરેલી છે. ગુજરાતમાં એવી અનેક શાળાઓ છે કે જે ખૂબ જ નીચી ફી લઈને ખૂબ જ સારું શિક્ષણ અને મૂલ્યો પીરસે છે. અત્યારે જે શાળાઓ ઊંચી ફી લે છે તેમાં મોટા ભાગની કદાચ સો ટકા શાળાઓ ઔસી.બી.એસ.ઈ.ની શાળાઓ છે. હકીકતમાં દરેક વાલી એમ માને છે કે, આ દુનિયાનું શ્રેષ્ઠ બાળક મારું જ છે. તેણે સારામાં સારી ભલે ગમે તેટલી ફી હોય તો પણ ત્યાં જ ભણાવું. જેમાં વાલી ખોટા છે. સારી શાળામાં શિક્ષણ અપાવવું જોઈએ, પણ સારી શાળા એટલે ઊંચી ફી લેતી હોય અને સી.બી.એસ.ઈ. હોય એ જ એ માન્યતામાંથી બહાર આવી જાવ. આપણા ગુજરાત બોર્ડની ઘણી શાળાઓ સારી છે જ. તમારું બાળક હોશિયાર હશે અને તમે વ્યક્તિગત રસ લેશો તો તે ગમે તે બોર્ડમાં હશે તેને કોઈ જ મુશ્કેલી પડવાની નથી. એક નબળી સલાહ પણ આપી શકાય કે, અત્યારે ઊંચી ફી ભરવી અને પછી સારી જગ્યાએ પ્રવેશ ના મળે એના કરતાં સામાન્ય ફી ભરો, વધારાની ફીની બચત કરો. ભવિષ્યમાં પ્રવેશ લેવાનો થાય ત્યારે બચેલા પૈસાનો ડોનેશન આપીને પણ પ્રવેશ મેળવી શકશો. અંતે, ફી સામે બાંયો ચડાવનાર વાલીને કહીએ કે તમે કદાચ સાચા હશો, પણ આવી શાળામાં તમે તમારા સંતાનને શા માટે મૂકો છો. સંચાલકો પાસે લેખિત બાંયધરી લો કે તમારું બાળક ભણશે ત્યાં સુધી આટલી જ ફી લેશે. આવી શાળાઓમાં જો વાલી પોતાના બાળકને મૂકશે નહીં તો શાળા આપોઆપ ફી ઘટાડો કરશે, પણ વાલી આવું કરશે ખરા ? અંતે સી.બી.એસ.ઈ.નો મોહ છોડો, તમારા બાળકને ઓળખો, શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિઓની સલાહ લો, જે શાળામાં બાળકને મૂકવું છે તેનો પાછલા પાંચ વર્ષનો ઇતિહાસ જુઓ. માત્ર ભૂગોળ જોઈ આકર્ષાઈ જશો નહીં. તમારું બાળક ચોક્કસ શાળામાં ભણશે તો જ તેનો વિકાસ થશે તેવું ના માનશો. પૂરતી વિચારણા કરો. જરૂર લાગે અન્ય શાળાની પસંદગી પણ કરી શકાય.
સૈજન્ય: કેળવણીના કિનારે — ડો. અશોક પટેલ
સી.બી.એસ.ઈ. સ્કૂલનો મોહ શા માટે ? was originally published in ધરતીની સોડમ on Medium, where people are continuing the conversation by highlighting and responding to this story.
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી-
કારણ કે બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ વાંચી શકતી.
બા બેન્કમાં સર્વિસ કરવા ક્યારેય ગઇ નહોતી અને
અને રાત્રે લાયન્સ પાર્ટીમાં ગઇ હોય એવું પણ યાદ નથી,
બા નવી નવી ડિશ શીખવા કૂકિંગક્લાસમાં પણ ગઇ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યાં વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે, કારણ કે મને મારી બા ગમે છે.
— વિપિન પરીખ
ગુજરાત સરકારે તાજેતરમાં શાળાઓમાં ગુજરાતી ફરજિયાત કર્યું. આ પગલું ખરેખર ખૂબ જ આવકારદાયક છે. અત્યારે માત્ર ધોરણ એકથી આઠ સુધી ફરજિયાત ગુજરાતીને માન્યતા મળી છે, જે શરૃઆતમાં ૧-૨ ધોરણ સુધી લાગુ પાડી પછી તબક્કાવાર આગળના ધોરણમાં અમલી બનાવશે. સાહિત્યકારો બારમા ધોરણ સુધી ફરજિયાત ગુજરાતી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે. માન્યતા તો મળી, પણ હવે તેની પર અમલ કેટલે અંશે થાય છે તેની વાતો અનેક સાહિત્યકારોએ, મનોવૈજ્ઞાાનિકોએ કરી જ છે.
આજે વિપિન પરીખની આ કવિતાની વાત કરવી છે. વિપિન પરીખ ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા કવિ છે. ૨૬ ઓકટોબર ૧૯૩૦ના રોજ જન્મેલા આ કવિનું અવસાન ૧૦ ઓકટોબર ૨૦૧૦માં થયું. તેમણે મુખ્યત્વે અછાંદસ કવિતાઓ લખી છે. તેમની કવિતામાં સરળતા અને વિચારોની સચોટતા ધ્યાન ખેંચે તેવી હોય છે. તેમનાં ઘણાં કાવ્યોમાં કટાક્ષ અને કરુણતાનો સુભગ સમન્વય જોવા મળે છે.
બાળકને ભાષાનું શિક્ષણ ગર્ભાવસ્થાથી જ મળવાનું શરૃ થઇ જાય છે. ગર્ભમાં મસ્તિષ્કનો વિકાસ થાય તેની સાથે જ માતા જે ભાષાનો ઉપયોગ કરતી હોય તે જ ભાષા બાળક ગર્ભમાં રહીને સંવેદવા લાગે છે. એટલે જ તો મા દ્વારા મળેલી આ ભાષા માતૃભાષા કહેવાય છે, પિતૃભાષા નથી કહેવાતી. કવિએ અહીં બા અને ભાષાને જોડી દીધા છે. મને મારી ભાષા ગમે છે કારણ કે હું બાને બા કહી શકું છું. એમ કહી ભાષા અને માતાને સમાન ગણી દીધાં છે. ભાષાનું મૂલ્ય પણ મા જેટલું જ મહત્ત્વનું છે.
ગુજરાતમાં અંગ્રેજી ભાષાનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજી મીડિયમમાં બાળકને ભણાવવામાં માતાપિતા ગૌરવ અનુભવે છે. અંગ્રેજીનો વિરોધ નથી. અન્યને ગાળ દઇને આપણે પોતાની પ્રસંશા ક્યારેય ન કરી શકીએ. અંગ્રેજી પણ જરૃરી છે, પરંતુ ગુજરાતીના ભોગે નહીં. આપણે ઊંધું કરી રહ્યા છીએ. ગુજરાતીના ભોગે અંગ્રેજી શીખી રહ્યા છીએ. શરીર કરતાં કપડાંને વધારે મહત્ત્વ આપી રહ્યા છીએ. આપણને ભય છે કે અંગ્રેજી નહીં જાણે તો બળક પાછળ રહી જશે.
માતૃભાષામાં ભણનાર પાછળ રહી જાય એવું કોણે કહ્યું ? ‘ગીતાંજલિ’ માટે નોબેલપ્રાઇઝ મેળવનાર રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષામા ભણ્યા હતા, અર્થશાસ્ત્ર માટે નોબેલપ્રાઇઝ મેળવનાર અમર્ત્યસેન માતૃભાષામાં ભણ્યા હતા. વિજ્ઞાાનમાં નોબેલ મેળવનાર સી.વી. રામન માતૃભાષામાં જ ભણેલા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિજ્ઞાાની અબ્દુલકલામે પણ માતૃભાષામાં જ શિક્ષણ લીધેલું. અવકાશયાત્રી કલ્પના ચાવલાએ ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કરેલો. બાબાસાહેબ આંબેડકરે પણ તેમની માતૃભાષામાં શિક્ષણ લીધેલું. મહાત્મા ગાંધી પણ ગુજરાતી શાળામાં જ ભણેલા. વિશ્વની મહાન આત્મકથાઓમાં સ્થાન પામેલી ‘સત્યના પ્રયોગો’ તેમણે પ્રથમ ગુજરાતીમાં જ લખેલી, અંગ્રેજીમાં પછી અનુવાદિત થઇ. ગુજરાતી ભાષા પાસે સાહિત્યનો પણ કેટલો મોટો વારસો છે !
વિપિન પરીખે સરળ અને સીધુંસટ્ટ કહી દીધું છે કે મા ઇંગ્લિશ નામના ખડકલાં કર્યાં વગર થાળીમાં જે પીરસતી તે અમૃત બની જતું. આપણે પણ ભાષાની થાળીમાં ઇંગ્લિશ શબ્દોના ખડકલા કર્યા વિના માતૃભાષાના અમૃતને માણવાનું છે. ગાંધીજીએ કહેલું કે અંગ્રેજી ભાષા એક બારી સમાન છે, તેમાંથી નવી તાજી હવા ભલે આવે, પણ કમનસીબે આપણે બધાએ અંગ્રેજી ભાષાને બારીને બદલે બારણું બનાવી દીધી છે.
એમણે એમ પણ કહ્યું હતું કે માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઇએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ, તેનું ભારે પ્રાયશ્ચિત્ત આપણે કરવું પડશે.
સરકારે તો જાહેરાત કરી દીધી હવે તેની પર કેવો અમલ થાય છે તે જોવો રહ્યો. જો સમયસર નહીં જાગીએ તો ઉદયન ઠક્કરની જેમ કહેવું પડશે.
ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે
કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી
સંચાલકો અને માતાપિતાની
બેદરકારીને કારણે પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઇ ક્ષણે
ગુજરાતી વાંચતી લખતી એક આખી પેઢી.
ઓળખવા માટે નિશાની: કાનુડાએ કોની મટકી ફોડી ?
એમ પૂછો તો કહેશે, ‘જેક એન્ડ જિલ’ની…
ગોતીને પાછી લાવનારને મારે ઇનામ..
એકેય નથી,
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.
— ઉદયન ઠક્કર
લેખકઃ અનિલ ચાવડા
સૌજન્ય: અંતરનેટની કવિતા — ગુજરાત સમાચાર રવિપૂર્તિ(Apr 07, 2018)
મને મારી ભાષા ગમે છે, કારણ બાને હું બા કહી શકું છું was originally published in ધરતીની સોડમ on Medium, where people are continuing the conversation by highlighting and responding to this story.
સૌજન્ય: https://twitter.com/Yi_Indore
ગુલામ બનેલી પ્રજા એની માતૃભાષાને જાળવી રાખશે ત્યાં સુધી બહારની કોઈ પણ સત્તા એને પરાધીન બનાવી શકશે નહીં.
ગુજરાત સરકારે રાજ્યના તમામ બોર્ડની શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત બનાવવાની જાહેરાત કરી છે તે અનુસંધાનમાં ફ્રેન્ચના વાર્તાકાર-નવલકથાકાર આલ્ફોન્સ દોદે (૧૮૪૦-૧૮૯૭)ની વાર્તા ‘ધ લાસ્ટ લેસન’ યાદ આવે છે. આ વાર્તા ૧૮૭૦-૭૧માં ફ્રાન્સ અને પ્રશિયા વચ્ચે થયેલા યુદ્ધના પશ્ચાદ્ભૂમાં લખાઈ છે. જર્મની અને પોલેન્ડ જેવા દેશ પ્રશિયાના હિસ્સા હતા. એમણે ફાન્સના સીમાવર્તી વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. વિજયી દેશ પરાધીન વિસ્તારો પર પોતાની સંસ્કૃતિ, સભ્યતા અને ભાષા ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે છે તેનો ઇતિહાસ સાક્ષી છે. ભારતમાં અંગ્રેજોએ અંગ્રેજી ભાષા લાદી. એનાં પરિણામ આપણે આજ સુધી ભોગવીએ છીએ.
‘ધ લાસ્ટ લેસન’ વાર્તામાં આવી જ વાત છે. ફ્રાન્સના અલ્સેસ પ્રાંતના એક ગામડામાં ચાલીસ વર્ષથી ભણાવતા હેમલ નામના શિક્ષકને વિજેતા રાષ્ટ્રના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતી કાલથી વિદ્યાર્થીઓને એમની માતૃભાષા ફ્રેન્ચ નહીં, પરંતુ જર્મની શીખવવામાં આવશે. શિક્ષકનો શાળામાં છેલ્લો દિવસ છે. ગામના વડીલો પણ વર્ગમાં આવીને બેઠા છે. હેમલ ફ્રેન્ચનો છેલ્લો પાઠ ભણાવવા લાગે છે. એ કહે છે:
‘આપણે બધાને આજ સુધી એમ હતું કે આપણી માતૃભાષા શીખવા માટે આપણી પાસે ઘણો સમય છે, પરંતુ હવે તમારી પાસે માતૃભાષામાં ભણવાનો આ છેલ્લો દિવસ છે. ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, તમે આપણી માતૃભાષાને ભૂલશો નહીં. માતૃભાષા જેવી ઉત્તમ ભાષા બીજી કોઈ હોતી નથી.’ પછી એ વેધક વાત કહે છે: ‘આપણે આપણી માતૃભાષાને જાળવી રાખવી પડશે. એક વાત ધ્યાનમાં રાખજો કે ગુલામ બનેલી પ્રજા એની માતૃભાષાને જાળવી રાખશે ત્યાં સુધી બહારની કોઈ પણ સત્તા એને પરાધીન બનાવી શકશે નહીં.’
વર્ષમાં એક વાર ‘માતૃભાષા દિવસ’ની ઊજવણી વખતે આખો દિવસ ટીવી- રેડિયો પર, સેમિનારમાં, અખબારોમાં માતૃભાષાનાં ગુણગાન ગાજ્યા કરે છે. પછી બીજા જ દિવસથી શિક્ષણ અને રોજિંદા વ્યવહારમાં અંગ્રેજી ભાષાની ગુલામી સજીવન થઈ ઊઠે છે — આવતા ‘માતૃભાષા દિવસ’ સુધી. વૈશ્વિકરણના આજના યુગમાં લોકોએ અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષાનો મહત્તમ પ્રયોગ કરવો પડે છે. આથી દુનિયાની ઘણી ભાષાઓ ભૂંસાઈ જવાનો ભય ઊભો થયો છે.
ઘણાં બધાં માતાપિતા એમનાં સંતાનોને માતૃભાષા છોડીને અંગ્રેજીમાં જ શિક્ષણ આપવાનું પસંદ કરે છે. પરિણામે તેઓ એમની ‘બોલી’થી દૂર જવા લાગ્યાં છે. પ્રશ્ન દેખાદેખીનો, માનસિકતાનો પણ છે. આ માનસિકતા બદલાય નહીં તો કોઈ પણ સ્થાનિક ભાષા અને બોલી ભૂંસાઈ જવાનો ખતરો વધતો જશે.
માતૃભાષા આપણને મળેલી ઉત્તમમાં ઉત્તમ ભેટ છે. આપણે પોપટિયા લહેજામાં કેટલી સહેલાઈથી બોલી નાખીએ છીએ કે આપણી માતૃભાષા મરી રહી છે. માતૃભાષાનું મૃત્યુ એટલે શું તેનો પણ વિચાર કરતા નથી. માતૃભાષાના મૃત્યુનો અર્થ છે આપણી સમગ્ર સંસ્કૃતિ-સભ્યતા, પરંપરાઓ, મૌખિક સાહિત્ય, સામાજિક એકરૂપતા, વ્યક્તિચેતના — આપણી સમગ્ર ઓળખનું મૃત્યુ. ભૂંસાતી માતૃભાષા પ્રજાના સાંસ્કૃતિક ઇતિહાસના વિસ્મરણનું કારણ બને છે. માતૃભાષા વિના કોઈ પણ વ્યક્તિ કે પ્રજાસમૂહ પોતાના ભૂતકાળના વારસાના મૂળ સુધી પહોંચવાનાં નથી.
આ સંદર્ભમાં દક્ષિણ આફ્રિકાના સુપ્રસિદ્ધ સંગીતકાર હગ માસેકેલાએ કહેલી વાત યાદ રાખવા જેવી છે. એમણે કહ્યું હતું: ‘હું મારી ત્રીજી પેઢીનાં સંતાનોને મારા સાંસ્કૃતિક વારસાનું અને માતૃભાષાનું મહત્ત્વ સમજાવવામાં નિષ્ફળ જઈશ તો આવતાં વીસ વર્ષ પછી આપણે મૂળભત રીતે આફ્રિકન સભ્યતાના લોકો હતા તે વાત એમને અફવા લાગશે.’ દરેક ભાષાના અસ્તિત્વ સામે આ ચિંતા મોઢું ફાડીને ઊભી છે. સવાલ એટલો જ છે કે આ બાબત આપણને ચિંતાજનક લાગે છે કે કેમ.
લેખકઃ વિનેશ અંતાણી
સૌજન્ય: દિવ્યભાસ્કર(Apr 07, 2018)
આપણો ભવ્ય વારસો ભૂતકાળ બંને તે પહેલાં was originally published in ધરતીની સોડમ on Medium, where people are continuing the conversation by highlighting and responding to this story.
Credit: pexels.com
૧૯૮૮ની આ વાત છે.
મેરી એન્ડરસન નામની એક મહિલા અમેરિકાના મિયામી એરપોર્ટ પર નોર્વે જવાની ફ્લાઈટની ચેક-ઇન માટેની લાઈનમાં ઊભી હતી. એનાં લગ્નને થોડા દિવસ જ થયા હતા. લગ્ન પછી એનો પતિ નોર્વેમાં આવેલી પોતાની ઑફિસે કામ પર હાજર થઈ ગયો હતો. મેરી એને મળવા જ નોર્વે જઈ રહી હતી.
ચેક-ઇન માટેની લાઈન ધીમે-ધીમે આગળ વધી રહી હતી. જ્યારે મેરીનો વારો આવ્યો ત્યારે એણે પોતાનો સામાન વજન કરવા માટે મૂક્યો. કાઉન્ટર પર બેઠેલા ક્લાર્કે વજન
નોંધીને કહ્યું, ‘માફ કરજો મેમ! તમારા સામાનનું વજન નિયત લિમિટથી વધારે છે. તમે
જો આ બંને સૂટકેસ લઈ જવા માંગતા હો તો ૧૦૩ ડૉલર (આશરે ૬૬૦૦ રૂપિયા)ની
વધારાની ફી ૧૪રવી પડશે.’
મેરીને ફાળ પડી. એની પાસે એટલા પૈસા તો હતા નહીં. એનો પતિ તો પહેલાથી જ
નોર્વે પહોંચી ગયો હતો. ઉપરાંત મિયામીમાં એનું કોઈ સગુંવહાલું પણ નહોતું. મેરી ગભરાઈ ગઈ. એને અત્યંત લાચારી અને નિઃસહાયતાનો અનુભવ થવા લાગ્યો. નોર્વેમાં
નવી જિંદગી શરૂ કરવા માટે જરૂરી ઘણી બધી ચીજ વસ્તુઓ એ બંને સૂટકેસમાં ભરેલી હતી. વધારાની ફી જો એ ન ચૂકવી શકે તો નોર્વે પહોંચીને ખાસ્સી તકલીફ પડે એમ હતું. હવે શું થાય? કોઈ રસ્તો ન સૂઝતા એની આંખોમાંથી આંસુ ટપકી પડ્યાં.
‘‘આઈવિલ પે ફૉર હર! — હું એ મેડમના પૈસા ચૂકવી દઈશ!’’ મેરીની પાછળથી
એક માણસનો અવાજ આવ્યો. મેરીએ નવાઈ સાથે પાછળ જોયું. એની બરાબર પાછળ એક ઊંચો, પાતળો અને શ્યામરંગી માણસ ત્યાં ઊભો હતો. મેરીએ યાદ કરવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ એને એ પહેલાં એણે ક્યાંય જોયો હોય એવું એને યાદ ન આવ્યું. ખાખી પેન્ટ, સફેદ શર્ટ અને કથ્થાઈ રંગના બૂટ પહેરેલા અ માણસનો ચહેરો સાવ અજાણ્યો જ હતો. અ સજ્જને કોઈપણ જાતનો ઉપકારભાવ દર્શાવ્યા વગર જ મેરી માટે ૧૦૩ ડૉલર ૧૪રી દીધા.
પોતે હવે પોતાની બંને સૂટકેસ નોર્વે લઈ જઈ શકશે એ વિચારથી મેરી અત્યંત રાજી થઈ ગઈ. એણે વારંવાર પેલા માણસનો આ૧૪ાર માન્યો. પછી એણે વિનંતી કરી કે, ‘‘પ્લીઝ સર! જો તમે તમારું નામ અને સરનામું એક કાગળમાં લખી આપવાની મહેરબાની કરશો તો હું ઘરે જઈને તરત જ તમારા ૧૦૩ ડૉલર મોકલી આપીશ.’’
પેલા માણસે પોતાનું નામ અને સરનામું એક ચિઠ્ઠીમાં લખીને મેરીને આપ્યું. એ વખતે જ મેરીના પ્લેનનું બૉર્ડિંગ શરૂ થઈ ગયું. હવે અ માણસ સાથે વધારે વાત કરવાનો સમય નહોતો એટલે ઝડપથી એ ચિઠ્ઠી પોતાના પર્સમાં મૂકી, એનો ફરી એકવાર આભાર માની, એના તરફ હાથ હલાવીને મેરી પોતાના બૉર્ડિંગ ગેટ તરફ આગળ વધી.
એ માણસે પણ હાથ હલાવીને મેરીને ગુડબાય કહ્યું.
પ્લેનમાં પોતાની સીટ પર બેસીને મેરીએ પેલાના નામ અને સરનામાંવાળી ચિઠ્ઠી કાઢી. એણે ધ્યાનથી એ નામ બે-ત્રણ વખત વાંચ્યું. નામ હતું. ‘‘બરાક ઓબામા!’’
૨૦ વર્ષ પછી મેરીએ ઓબામા માટે મતદાન કર્યું. એમના પ્રચાર ફંડ માટે ૧૦૦ ડૉલરનું દાન પણ કર્યું. પેલા ૧૦૩ ડૉલર તો એણે નોર્વે પહોંચ્યાના બીજા જ દિવસે મોકલી આપ્યા હતા. ૨૦૦૬માં મેરીનાં માતા-પિતાએ પોતાની પુત્રીને મદદ કરવા બદલ પ્રેસિડેન્ટ બરાક ઓબામાને પત્ર લખ્યો હતો. એના જવાબરૂપેે ચોથી મે, ૨૦૦૬ના રોજ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ આપેલો જવાબ હતો, ‘‘તમારા સુંદર પત્ર બદલ આભાર! મિયામી એરપોર્ટ પર એ વખતે શું બન્યું હતું એ યાદ કરાવવા બદલ પણ આભાર. મને ખુશી થાય છે કે હું એ વખતે તમારી પુત્રીને મદદ કરી શક્યો. તમારી દીકરી નોર્વેમાં સુખી છે એ વાતથી પણ મને ખૂબ આનંદ થાય છે. એને મારી શુભેચ્છાઓ પાઠવશો.’’
— એ જ લિ. બરાક ઓબામા, યુનાઈટેડ સ્ટેટ્‌સ સેનેટર.’’
જે માણસો જીવનમાં ખૂબ આગળ વધ્યા હોય છે એ એમ જ આગળ નીકળી નથી ગયા
હોતા. નાનાં નાનાં સારા કાર્યોની કેડી કંડારતાં એ લોકો પોતાની અંતિમ મંઝિલ સુધી પહોંચતા હોય છે. પોતાના કર્યો દ્વારા જ એ માણસો લોકોમાં વસી જતા હોય છે.
સાભાર — કેડીઓ કલરવની, લે. ડા. આઈ. કે. વીજળીવાળા
આભાર — નિહારીકા રવિયા
મદદ was originally published in ગોરસ on Medium, where people are continuing the conversation by highlighting and responding to this story.
credit: inc.com
ઈન્ગ્લેન્ડના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો ભ​ણવામાં અત્યંત નબળો હતો. ૧૩ વર્ષ સુધી વારંવાર નાપાસ થતો રહ્યો કારણ કે ડીસ્લેક્સિઆ (તારે ઝમી પે મા ઈશાનને જે રોગ હતો તે)નો પેશન્ટ હતો. પરંતુ તેની મા પોતાના દીકરાના અભ્યાસ કરતા પણ તેના સર્વાંગી વિકાસમાં ખૂબ ધ્યાન આપતી. પોતાનો આ છોકરો નિર્ણય જાતે લે એ માટે એને તૈયાર કરતી.
આ છોકરાની શાળાથી ૩ કી.મી. દૂર ક્રોસિંગ પર એને એકલો મૂકી દેતી અને એની જાતે શાળા શોધવાનું કહેતી. ડીસ્લેક્સિઆના દર્દીને એકલો મૂકવાથી કેવા ગંભીર પરિણામ આવે તે એ જાણતી જ હશે પણ એને તો પોતાના દીકરાને દુનિયાની સામે ઊભો રાખવો હતો. પેલો મહામહેનતે સ્કૂલ સુધી પહોંચી શકતો. ક્યારેક રસ્તે પણ અટકી જતો. આમ છતાં એ એને એકલો જ મૂકતી.
૧૩ વર્ષની ઉંમર પછી એને એક બોર્ડીંગ સ્કૂલમાં બેસાડવામાં આવ્યો. પણ તેના પરફોર્મન્સના કારણે એને ૧૬માં વર્ષે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો, એની માં હિંમત આપવા સાથે હતી. આ છોકરાને બિઝનેસ શરૂ કરવો હતો તો પોતાની બધી જ અંગત બચત આ માં એ ૧૬ વર્ષના દીકરાના હાથમાં મૂકી દીધી. છોકરાએ ‘‘સ્ટુડન્ટ’’ નામનું મેગેઝીન શરૂ કર્યું. પરંતુ વાંચનાર કોઈ નહોતું એટલે ગાંઠનું ગોપી ચંદન ખર્ચીને એની
૫૦૦૦૦ કોપી મફતમાં વહેંચી.
દીકરાની દરેક નિષ્ફળતા વખતે માં તેની સાથે રહી ડીસ્લેક્સિક દીકરાને સધિયારો આપતી રહી. આ દીકરાએ પોતાની માના સપના સાકાર કર્યા અને એક ડીસ્લેક્સિક બાળક શું કરી શકે તેનો દુનિયાને પરિચય કરાવ્યો.
આ છોકરો એટલે વર્જીન ગ્રુપની ૪૦૦ કંપનીઓનો માલિક અને ૨૮૦૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતો ઈંગ્લેન્ડનો ચોથા નંબરનો ધનકુબેર રીચાર્ડ બ્રાન્સન. ‘‘એક માતા ૧૦૦ સારા શિક્ષકની ગરજ સારે છે.’’ આ કહેવત કંઈ એમ જ નહટ્ઠ પડી હોય. ઇવ બ્રાન્સન જેવી કેટલીએ માતાઓએ આ કહેવતને ચરિતાર્થ કરી છે.
ઉપાધ્યાય કરતા આચાર્ય દસ ગણા, આચાર્ય કરતા પિતા સો ગણા અને પિતા કરતા
માતા હજાર ગણી ગૌરવથી અધિક છે. અર્થાત્‌ માતા સર્વાધિક સન્માનિત અને શિક્ષાર્દાા છે.
સાભારઃ સંકલ્પનું સુકાન, લે. શૈલેષ સગપરિયા
આભાર — નિહારીકા રવિયા
મા તુજે સલામ was originally published in ગોરસ on Medium, where people are continuing the conversation by highlighting and responding to this story.